૨૯-૩૦ નવેમ્બરના રોજ દિલ્હીમાં ખેડૂતો સંસદ સુધી માર્ચ કરશે

0
8

ન્યુ દિલ્હી,તા.૨૪
હક્ક માગવા માટે ખેડૂતો હવે દિલ્હીમાં એકઠા થશે. મહારાષ્ટ્ર માં માગણીઓ સ્વીકારાયા બાદ દેશભરના ખેડૂતોમાં ભારે ઉત્સાહ છે. આ માટે ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ ખેડૂતો સંસદ સુધીની માર્ચ કરશે. સમસ્યાઓના સમાધાન માટે ખેડૂતો સંસદનું સંયુકત સત્ર બોલાવવાની માંગણી કરશે. ચૂંટણીના માહોલમાં ખેડૂતો પણ આરપારની લડાઈ લડવા સજ્જ થયા છે.
દેશભરમાંથી આવેલા હજારો ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાનમાં ૨૯મીએ એકઠા થશે અને બીજા દિવસે સંસદ સુધીની કુચ કરશે. તેઓ ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે સંસદના ૩ સપ્તાહના સંયુકત સત્રની માગણી પણ કરશે. અખિલ ભારતીય કિશાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દેશભરના ૨૦૦ જેટલા ખેડૂત સંગઠનો સામેલ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી ખેડૂતો દિલ્હી આવશે અને રેલીમાં જાડાશે. જેમાં ૧ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. આયોજકોએ દરેક ગામમાંથી ૨૦ ખેડૂતોને દિલ્હી આવવાનું જણાવ્યુ છે. ખેડૂતોએ એલાન કર્યુ છે કે, હવે જ્યાં સુધી માગણી નહિ સંતોષાઈ ત્યાં સુધી દિલ્હી છોડવામાં નહિ આવે.
૩૦ નવેમ્બરે દિલ્હીમાં ખેડૂતોની રેલી ઐતિહાસિક બની રહેશે. ખેડૂતોની માગણી છે કે દેવા મુકત જાહેર કરવા અને પાકની પડતરથી દોઢ ઘણા ભાવ આપી સરકારી ખરીદીની ગેંરેંટી આપવી જાઈએ. આયોજકોના કહેવા મુજબ ૨૯મીએ સાંજે ૫ વાગ્યે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરશે અને બીજા દિવસે સવારે સંસદ સુધીની કુચ યોજશે. ૩૦મીએ સવારે રેલી જેમાં લાખો ખેડૂતો ભાગ લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY