ભગવાન આ તે કેવી પરીક્ષા..?? મૃતક પિતાના અંતિમ સંસ્કાર અગાઉ સ્ટુડન્ટે ૧૦માંનું પેપર આપ્યુ

0
82

સુરત,
તા.૧૪/૦૩/૨૦૧૮

જિંદગીનું બીજું નામ રોજે રોજ પરીક્ષા જ છે ત્યારે હાલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે રાંદેર વિસ્તારમાં રહેતા એક દસમાંના પરીક્ષાર્થીના પિતાનું હ્રદયરોગના હુમલાથી મોત થયું હતું. તેમ છતાં મક્કમ મન સાથે પરીક્ષાર્થી પરીક્ષા આપવા પહોંચ્યો હતો. ત્યારે સૌ કોઈ પોકારી ઉઠ્યાં હતાં કે ભગવાન આ તે કેવી પરીક્ષા?

રાંદેર વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા માહોર હર્ષ રાજકુમાર ધોરણ ૧૦નો સ્ટુડન્ટ છે અને હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તેના પિતાનું અવસાન હ્રદયરોગના હુમલાથી થયું હતું. એક તરફ પોતાની પરીક્ષા અને બીજી તરફ પિતાનું અવસાન. આ સ્થતિમાં પરિવારનો એક સભ્ય બહારગામથી આવવાનો હોવાથી મૃતદેહને અગ્નદાહ નહોતા અપાયા. જ્યારે અગ્નદાહ આપવાના હતા એ અગાઉ હર્ષનું વિજ્ઞાનનું પેપર હતું.જેથી હર્ષ પરીક્ષા આપીને પાછો આવે ત્યાં સુધી મૃતદેહને અગ્નસંસ્કાર ન આપવાનું નક્કી કરાયું હતું.

દરજીકામ કરી ગુજરાન ચલાવતાં મધ્યમવર્ગીય માહોર પરિવારના રાજકુમારના દીકરા હર્ષ માટે મોટી મુસિબત આવી ગઈ હતી. બે બહેનોના એકના એક ભાઈ માટે પિતાના અવસાનથી મોટી મુશ્કેલી સર્જાઈ હતી. એક તરફ ધોરણ ૧૦ની પરીક્ષા અને બીજી તરફ પિતાનો ઘરમાં રહેલા મૃતદેહ અને રોકકળનો માહોલ શું કરવું. એવામાં પરિવારે હર્ષને સમજાવી પરીક્ષા આપવા માટે મોકલ્યો હતો. અને તે આવે ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY