તિરુવનંતપુરમ્,તા.૨૦
સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા કેરાલા પર હવે રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
હાલમાં વરસાદે વિરામ લીધો છે પણ હાલમાં ૧૦ લાખ જેટલા લોકો રાહત કેમ્પોમાં છે. ૫૦૦૦ જેટલી રાહત છાવણીઓ ઉભી કરવામાં આવી છે. લોકોના ઘરોમાં વીજળી અને બીજી કોઈ સુવિધા નથી. કેન્દ્રીય મંત્રી એલફોન્સના કહેવા પ્રમાણે કેરાલાને સૌથી વધારે ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને કારપેન્ટરની જરૂર છે. નહીં કે કપડા અને ભોજનની.
દરમિયાન કેરાલામાં દિવસો પછી વિમાન સેવા શરૂ થઈ છે. કોચી એરપોર્ટ પાણીમાં હોવાથી નેવર એર સ્ટેશન પર કોમર્શિયલ વિમાન સેવા શરૂ કરાઈ છે.
જાકે કેરાલામાં રોગચાળો ફાટી નીકળવાની બીક છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૯૦ પ્રકારની દવાઓ કેરાલા મોકલી છે. ઉપરાંત ૩૫૭૫ મેડિકલ કેમ્પસ શરૂ કરવામાં આવ્યા છે.
રાહતની ખબર છે કે તમામ જિલ્લાઓમાંથી રેડ એલર્ટ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



