રાજપીપલા વન વિભાગની ટીમે ભંગારના ટેમ્પોમાં ખેરના લાકડા સાથે બે ને ઝડપી પાડ્યા,એક લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે
રાજપીપલા:
નર્મદા જિલ્લા માં હાલ ખેરના લાકડાની તસ્કરી કરતા તત્વો એ માથું ઉચક્યું છે ત્યારે તેમને ડામવા નાયબ વન સંરક્ષકની સૂચનાથી વન વિભાગ ચારે તરફ પેટ્રોલિંગ કરી રહી હોય ગત રાત્રે બાતમીના આધારે રાજપીપલા વન વિભાગ ના ફોરેસ્ટર જે એ સોની,રાજેન્દ્રસિંહ ગોહિલ,સાથે બીટગાર્ડ વિષ્ણુ વસાવા,સંજયભાઈ અને તુષાર વસાવાએ આમલેથા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતો એક ટેમ્પો અટકાવી તેની તપાસ કરતા ટેમ્પો માં પાછળ ભંગાર ભરેલું જણાયું પરંતુ ચોક્કસ બાતમી હોવાના કારણે ટીમે ભંગાર હટાવી તપાસ કરતા નીચે ખેર ના લાકડા મુકેલા જણાઈ આવતા આખરે રાજપીપલા વન વિભાગની રેડ સફળ રહી હતી.
ટેમ્પો માં બેઠેલા બે ઈશમો પૈકી ખાલિદ સોકત આલમ ( વેજલપુર,જિલ્લો ,પંચમહાલ ) અને અહેમદ ફારૂક ઉબલી, (વચેસર,જિલ્લો, વડોદરા ) ને ઝડપી અંદાજે 45 હજાર ના ખેરના લાકડા તેમજ ટેમ્પો ની કિંમત લઘભગ 60 હજાર મળી કુલ રૂપિયા એક લાખ પાંચ હાજર જેવો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ બંને ની વધુ પૂછપરછ ચાલુ છે.
ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"