રાજપીપલા:
હાલમાં કઠુઆ,ઉનાવ અને સુરત સહીત દેશના અનેક વિસ્તારોમાં મહિલાઓ,બાળકીઓ પર થઈ રહેલા બળાત્કાર,હત્યા જેવા ગંભીર ગુનાઓ ન્યાય માટે અને ભાજપ સરકારના સાસન માં થતા આવા અત્યાચારો ના વિરોધ માં રાજપીપલા ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા એક રેલી યોજી સફેદ ટાવર ખાતે સુત્રોચાર કરી કેન્ડલ લાઈટ સાથે તમામ પીડિતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે આ શ્રદ્ધાંજલિ માં કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી હરેશ વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ અંગીરાબેન વસાવા,તાલુકા પ્રમુખ નીલમબેન વસાવા, જિલ્લા યુથ પ્રમુખ વાસુદેવ વસાવા એન એસ ઉ આઈ પ્રમુખ મોઈન શેખ સહિતના કોંગ્રેશ કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા હતા અને ભાજપ વિરોધી સુત્રોચાર કરી ન્યાયની માંગ કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







