કેરળમાં મૃત્યુઆંક ૩૫૦ને પાર : સાત લાખ લોકો શિબિરમાં રહેવા મજબૂર

0
71

તિરુવનંતપુરમ્‌,તા.૧૯
કેરળમાં સદીની સૌથી મોટી તબાહી સામે ઝઝુમી રહ્યું છે.ત્યારે મૃત્યુઆંક ૩૫૦ને પાર થયો છે. કેરળમાં વરસાદી આફત એવી આવી છે કે તે ખતમ થવાનું નામ લેતી નથી.કેરળમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ અને પૂરના પાણી જ જાવા મળી રહ્યા છે.કેરળના મુખ્ય પ્રધાન પિનરઈ વિજયનના મતે શનિવારે ૩૩ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક ૩૫૭ થયો છે.
ખરાબ સ્થિતિ વચ્ચે રેસ્ક્્યુ ટીમ બચાવ કામગીરી કરી રહી છે.સેના,નેવી, એરફોર્સ એનડીઆરએફ, આઈટીબીપીના જવાનો દેવદૂત બનીને કેરળની તબાહીમાં જીવ બચાવવાના મિશનમાં લાગેલા છે.તો બીજીતરફ કેરળમાં મદદ માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મદદ પહોંચી છે. લગભગ ૭ લાખ લોકો શિબિરોમાં રહેવા મજબૂર છે. જાકે આજે થોડી રાહત છે અને રેડ એલર્ટ લાગુ કરવામાં આવ્યો છે.
પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ રાત દિવસ એક કરીને પ્રયાસ કરી રહી છે. કેરળમાં લોકોને બચાવવા માટે એનડીઆરએફએ દેશનું સૌથી મોટી ઓપરેશન શરુ કર્યુ છે.કેરળમાં કુલ ૧૬૯ ટીમ બચાવ કામમાં લાગેલી છે.
આ સિવાય વાયુસેના, સેના, કોસ્ટગાર્ડ, નેવી, બીએસએફન ઉપરાંત અન્યે એજન્સીઓ પણ રાહત અને બચાવ કામમાં લાગેલી છે.એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર , નેવીની ૪૦ બોટ, કોસ્ટગાર્ડની ૩૫ બોટ, બીએસએફની ચાર કંપનીઓ સિવાય કેરળ પોલીસ, સ્થાનિક યુવાનો, માછીમારો પણ બચાવ કામગીરી કરી રહ્યા છે.અત્યાર સુધી ચાર લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
કેરળ પૂર પર સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોચ્ચિ નૌસેના હવાઈ પટ્ટી પરથી સોમવારથી પેસેન્જર્સ પ્લેનને માટે ખુલ્લી મૂકવામાં આવશે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY