જૂનાગઢ તા.૧૬, ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન-જન સુધી
ઉજાગર કરવા ઓકટોબર અને નવેમ્બર માસ દરમિયાન રાજ્યના ૧૦ હજારથી વધુ ગામોમાં એકતા યાત્રા યોજાશે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ એકતા યાત્રા બે તબક્કાઓમાં યોજવાના આયોજનની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી.બેઠકમાં એકતા યાત્રાના વિશેષ રથ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગામના રૂટ, સહિત થનારા વિવિધ કાર્યક્રમોની ચર્ચા સહ આયોજનકરવામાં આવ્યું હતું. જે મુજબ જિલ્લાના ૬૦ ટકા ગામોને એકતા યાત્રા હેઠળ આવરી લેવાશે. એકતા યાત્રાનો પ્રથમ તબક્કો તા. ૨૦મી ઓક્ટોબરથી તા. ૨૯મી ઓક્ટોબર દરમિયાન યોજાશે. બીજો તબક્કો તા. ૧૫ નવેમ્બરથી તા. ૨૪ નવેમ્બર દરમિયાન યોજાશે. આગામી ૩૧-ઓકટોબર સરદાર પટેલ જ્યંતિએ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને અર્પણ થનારી સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા વિશ્વના સૌથી ઊંચા
‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ ઘરે ઘરે ગુંજતો કરવા બે તબક્કામાં યોજાનારી એકતા યાત્રાની વેબ સાઇટ Ektayatra.com રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં લોંચ કરી છે જેમાં એકતા યાત્રાના હેતુઓ ઉદ્દેશ્ય અને વિગતવાર કાર્યક્રમોની માહિતી ઉપલબ્ધ છે. સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવા અને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવા તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ એકતા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પર્ધાઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



