મુંબઈ,તા.૧૪
ક્રિકેટર મોહમ્મદ કૈફે ટ્વીટર પર તેને સવાલ પુછનારા એક યુઝર્સનાં પ્રશ્નનો રમુજી અદામાં જવાબ આપ્યો હતો. કૈફે ટ્વીટર પર આસ્ક ધ કૈફ નામનો કાર્યક્રમ રજુ કર્યો હતો અને તેમાં તેનાં ચાહકોએ તેને પ્રશ્નો પુછ્યા હતા. ત્યારે એક યુઝરે તેને પ્રશ્ન પુછ્યો હતો કે તેનાં અને કેટરિના કૈફ વચ્ચે કંઈ સંબંધ છે ? કારણ કે કેટરિનાની સરનેમ પણ કૈફ છે.
તેનાં જવાબમાં કૈફે કÌš હતુ કે ના હું હેપીલી મેરિડ છુ અને હજુ સુધી તો તેની અને મારી વચ્ચે કોઈ જ સંબંધ નથી. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ કૈફે ૨૦૦૦ની સાલમાં અંડર ૧૯ વર્લ્ડકપ જીત્યો હતો અને યોગાનુયોગ કેટરિના કૈફે પણ તે દરમીયાન સાઉથની ફિલ્મોમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. સમય જતાં કૈફનો સિતારો બુલંદ થયો અને તેને નેશનલ ટીમમાં પણ સ્થાન મળ્યુ જ્યારે કેટરિનાએ બુમ ફિલ્મથી પોતાની બોલિવુડ કારકિર્દી શરુ કરી.
બન્નેની કૈફ અટકને લીધે ત્યારે પણ ઘણા મીડિયા અહેવાલોમાં તેમની વચ્ચે કોઈને કોઈ સંબંધો હોવાની વાત વહેતી થઈ હતી. જ્યારે કેટરિનાનાં પક્ષે વાત જાણે એમ બની કે તે બ્રિટિશ મા અને કાશ્મીર પિતાનું સંતાન છે. તેની પહેલાની અટક કેટરિના ટુરુકોટે હતી. પરંતુ અહિં ભારતમાં તેનાં નામનું ઉચ્ચારણ યોગ્ય નહિ બને માટે તેણે તેની અટક બદલીને કૈફ કરી નાખી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



