સાંપ્રદાયિક હિંસા બાદ શ્રીલંકામાં નવ મુસ્લિમ મંત્રીઓએ પદ પરથી રાજીનામું આપ્યુ

0
5

કોલંબો,તા.૪
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદથી જ દેશભરમાં સાંપ્રદયિક હિંસા ફેલાઈ છે. ત્યારબાદ ૯ મુસ્લીમ મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓના કહ્યા પ્રમાણે, હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવાઈ રહ્યાં છે અને સરકાર રક્ષા કરવામાં નિષ્ફળ નિવડી છે. એપ્રિલમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૨૫૮ લોકો મોતને ભેટ્યા હતા.
દેશભરમાં બૌદ્ધ ભિક્ષ્šઓ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન બાગ ૯ મંત્રીઓ અને ૨ પ્રાંતિય રાજ્યપાલોએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં કેબિનેટ મંત્રી કબીર હાશિમ, ગૃહ મંત્રી હલીમ અને રિશદ બતીઉદ્દીન સામેલ છે. તેમની સાથે રાજ્યમંત્રી ફૈઝલ કાસિમ , હારેશ, અમીર અલી શિહાબદીન , સૈયદ અલી જાહિર મૌલાના ઉપરાંત ડેપ્યુટી મિનિસ્ટર અબ્દુલ્લા મહરુફે પણ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
ન્યાય અને જેલ મંત્રી રઉફ હકીમના કહ્યાં પ્રમાણે, તમામ મંત્રી તેમના પદ પરથી રાજીનામું આપશે, પરંતુ સરકારનું સમર્થન કરતા રહેશે. સમર્થન પણ એ જ શરતે કરાશે કે તમામ લઘુમતીઓને સમાન ન્યાય મળે અને હિંસાની નિષ્પક્ષ તપાસ કરીને આરોપીઓને કડક સજા મળી શકે. જો આવું નહીં થાય તો પછી મંત્રીઓ સમર્થન આપવા માટે ફરી વિચાર કરી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY