કેવડિયા,તા.૧૭
નર્મદા ડેમના અસરગ્રસ્તોને રોજગારી મામલે અનેક વખત રજૂઆતો છતાં કોઇ ઉકેલ ન આવતા ૬ ગામના અસરગ્રસ્તોએ આજે કેવડિયા નર્મદા નિગમના મુખ્ય ઇજનેર અને પુનઃ વસનના અધિકારીની ઓફિસને તાળા મારીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
નર્મદા ડેમના અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમના અસરગ્રસ્ત એવા અમારા ૧૯ ગામોના લોકોને હક્કો મળ્યા નથી. જેથી અમે અમારા હક્કોની લડાઇ લડી રહ્યા છીએ. પરંતું સ્થાનિક અધિકારીઓ દ્વારા અમારી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવતુ નથી. જેથી અમે આજે કેવડિયા નર્મદા નિગમના મુખ્ય ઇજનેર અને પુનઃ વસનના અધિકારીની ઓફિસને તાળા મારીને વિરોધ વ્યક્ત કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




