ઝોનલ અધિકારી મુન્સી અને સોલંકી સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ

0
8

અગ્નિકાંડની દુર્ઘટના સંદર્ભે
વી.કે. પરમાર અને હરેરામ સિંઘ સામે પણ તપાસ
સુરત, તા.૩
વરાછા રોડ સરથાણા ખાતે ટી.પી. સ્કીમ નં.૨૨ (સરથાણા-વાલક) ફા. પ્લોટ નં.૧માં આવેલ ભોલેનાથ શોપિંગ સેન્ટરમાં (તક્ષશિલા આર્કેડમાં) આગ અકસમાતના બનાવ સંદર્ભે નીચે જણાવેલ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં સેન્ટ્રલ ઝોનના પી.ડી. મુન્શી કાર્યપાલક ઈજનેરને ચાર્જશીટ આપવામાં આવેલ છે અને રાંદેર ઝોનના જે.આર. સોલંકી કાર્યપાલક ઈજનેરને પણ ચાર્જશીટ આપવામાં આવેલ છે.
ડે.ઈજનેર સિવિલ વી.કે. પરમાર હાલ ફ.મૌ.હેઠળ છે. ïઉધના ઝોન અને જુ.ઈજનેર વરાછા ઝોન બી હરેરામ દુર્યોઝન સિંઘ હાલ ફ.મૌ. હેઠળ છેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત અધિકારીઓની તપાસની કાર્યવાહી પૂર્ણ કરવા માટે ખાતાકીય તપાસ અધિકારી તરીકે સી.વાય. ભટ્ટ ડે.કમિશનર રાંદેર ઝોન તથા રજૂઆત અધિકારી તરીકે ધર્મેશ બી. મિસ્ત્રી, ડે.ટાઉન પ્લાનર શહેર વિકાસ વિભાગની નિમણૂંક કરવામાં આવેલ છે. તેમ સુરત મહાનગરપાલિકાના પીઆરઓ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY