સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ ૪ મહિનામાં ૧૦ લાખથી વધુ પ્રવાસી, અ..ધ..ધ..ધ.. કરોડની આવક

0
7

કેવડિયા,તા.૧
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ૪ મહિનામાં ૧૦ લાખ ૨૨ હજાર ૫૭૩ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ૪ મહિનામાં ૨૪ કરોડ ૭૯ લાખ ૩૫ હજાર ૨૩૩ ની આવક થઇ છે. નવેમ્બર માસની વાત કરવામાં આવે તો ૩ લાખ ૭૮ હજાર ૫૬૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તેની સામે ૬ કરોડ ૪૭ લાખ ૬૩ હજાર ૪૪૩ની આવક થઇ હતી.
ડિસેમ્બર મહિનામાં ૨ લાખ ૫૦ હજાર ૧૧૩ પ્રવાસી મુલાકાત લીધી હતી. જયારે તેની સામે ૫ કરોડ ૭૦ લાખ ૪૧ હજાર ૬૦ ની આવક થઇ હતી. તો જાન્યુઆરી માસમાં ૨ લાખ ૮૩ હજાર ૨૯૮ પ્રવાસીઓએ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારે આવક ૭ કરો ૪૨ હજાર ૨૦ની આવક થઇ હતી.
તો ફેબ્રુઆરી માસમાં ૨ લાખ૧૦ હજાર ૬૦૦ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, તેની સામે ૫ કરોડ ૬૦ લાખ ૮૭ હજાર ૭૧૦ રૂપિયાની આવક થઇ હતી. પ્રધાનમંત્રીએ ૩૧ ઓક્ટોમ્બરના રોજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY