કેવડિયા ડીવીજન ના ગાડકોઈ સિમ માંથી ટ્રાન્સફોર્મર તોડી કોયલો ની ચોરી

0
65

અગાઉ ના વર્ષો માં લાંબા સમય સુધી આ ચોરી પોલીસ માટે પડકારરૂપ બની હતી ત્યારબાદ ચોરટાઓ પકડાયા અને ચોરિયો બંધ હતી પરંતુ ફરી શરૂઆત

રાજપીપળા : વીજ કમ્પનીના કેવડિયા ડીવીજન માં આવતા ગાડકોઈ ગામની સિમ મા આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર (ડી પી) માંથી રાત્રે કોઈક અજાણ્યા ચોરો એ ડીપી માંથી ઓઇલ તેમજ કોયલ ની ચોરી કરી રૂપિયા 8926/- નું નુકશાન કરતા વીજ કંપનીના ચોકીદાર પદ્મકાન્ત ભગવાનભાઇ તડવી એ કેવડિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી હતી .

ઉલ્લેખનીય છેકે અગાઉના વર્ષો માં આજ રીતે તિલકવાડા તરફ ની સીમોમાં લાગેલા વીજ ટ્રાન્સફોર્મર તોડી વારંવાર ચોરી ની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ હતી પરંતુ વર્ષો બાદ પણ ચોરટાઓ પોલીસ ને હાથતાળી આપી ચોરી કરી નાશી જવામાં સફળ થયા બાદ આખરે ચોરી નો ભેદ ઉકેલાયો હતો ત્યારબાદ આ પ્રકારની ચોરીઓ બંધ હતી પરંતુ ફરી આ પ્રકારની ઘટના શરૂ થતા હવે પોલીસ કેવા એક્ષનપ્લાન બનાવી વહેલીતકે ચોરો ને ઝબ્બે કરવામાં સફળ થાય છે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY