રાજકોટ,તા.૧૧
રાજકોટ રેલવેની ડિવિઝન ઓફિસ ખાતે ડિવિઝનલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. ડીઆરએમ પી.બી. નિનાવેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમિતિના સભ્યો અને રેલવેના અધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતા. બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારની રેલવે સમસ્યાઓ ટ્રેનોના રોકાણ, વિસ્તાર, નવી પરિયોજનાઓને સત્વરે પૂરી કરવા તથા ડિવિઝનના સ્ટેશનો ખાતે વધુ સારી પ્રવાસી સુવિધાઓ આપવા માટે પોતાના સૂચનો કર્યા હતા જેમાં પાર્થિવ ગણાત્રાએ ડીઆરએમ સમક્ષ ઓખા-દિલ્હી નવી ટ્રેન શરૂ કરવી, ઉત્તરાંચલ એક્સપ્રેસ અઠવાડિયામાં બે વખત દોડાવવા અને દૂરંતો એક્સપ્રેસને બોરિવલી સ્ટોપ આપવાની ત્રણ માગણી કરી હતી.
આ ઉપરાંત અન્ય સભ્યોએ કચ્છ-દ્વારકા વાયા મોરબી નવી ટ્રેન શરૂ કરવા, પોરબંદર-સાંત્રાગાચી એક્સપ્રેસને સુરેન્દ્રનગર સ્ટોપ આપવા, સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકનું કાર્ય ઝડપી પૂરું કરવા, ખંભાળિયા સ્ટેશન ઉપર શેડ બનાવવા, રાજકોટ સ્ટેશન ઉપર લગેજ સ્કેનર રાખવા, જબલપુર-સોમનાથ અને મુંબઇ-રાજકોટ ટ્રેનોને પ્લેટફોર્મ નં. ૨ના બદલે પ્લેટફોર્મ નં.૧ ઉપર લાવા માગણી થઇ હતી. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રવીન્દ્ર શ્રીવાસ્તવે મહેમાનોનું સ્વાગત કર્યું. ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી. નિનાવેએ બધા સભ્યોના સૂચનો પર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



