અખિલ કચ્છ મેઘવંશી મારું એકતા મંચ દ્વારા સાવિત્રીબાઈ ફૂલે સન્માન ભુજ ખાતે યોજાશે

0
650

ભુજ: ભુજના બાબાસાહેબ આંબેડકર હોલમાં ગત તા.૨૩/૦૯/૨૦૧ના રોજ કારોબારી મિટિંગ યોજાઈ હતી.અખિલ કચ્છ મેઘવંશી મારું એકતા મંચ દ્વારા સાવિત્રીબાઈ ફૂલે સન્માન આગામી તા.૨૮/૧૦/૨૦૧૮ ના રોજ ભુજ ખાતે યોજાશે તેમાં મુખ્ય ઉદ્દેશ કચ્છ જિલ્લામાં વસતા મેઘવંશી મારુ સમાજના વિદ્યાર્થીઓ ૨૦૧૭-૧૮ માં આખા કચ્છમાં ટોપ ૩ હશે તેનું સન્માનમાં કરવામાં આવશે, જેમ કે ધોરણ – ૧૦,૧૨(આર્ટસ,કોમર્સે, સાયન્સ), ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન (આર્ટસ,કોમર્સે, સાયન્સ), ડિગ્રી,ડિપ્લોમાં, અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ, કચ્છ મેધવંશી મારું સમાજના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા,વર્ગ ૧/૨/૩ના સરકારી કર્મચારીઓ,ડોકટર,વકીલ, એન્જિનિયર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો,સરપંચો તેમજ અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા લોકોનું સન્માન તા.૨૮/૧૦/૨૦૧૮ના રોજ ભુજ ખાતે કરવામાં આવશે અને સમાજ શિક્ષણ મુક્ત નહિ પણ વ્યસન મુક્ત સમાજ બને તેવા ઉદ્દેશથી લોકોને જાગૃતિ કરવામાં આવશે. લોકોને રોજગારી મળી રહે તે માટે પણ કાર્ય કરવામાં આવશે.

વધુ માહિતી માટે પ્રમુખ પુરષોતમ ગોરડીયા(9712771936) અને મહામંત્રી અરવિંદ લેઉવા(9879603242)નો સંપર્ક સાધવા વિનંતી છે.

ગૌતમ બુચિયા
9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY