ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારને ઉંમરકેદની સજા, મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી મળી

0
21

ખાદ્ય પદાર્થો, દવાઓ, દૂધ જેવી રોજબરોજની ચીજામાં ભેળસેળ સામાન્ય બાબત બની ગઇ છે
મુંબઈ,તા.૨૦
નફાખોરીના ચક્કરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવાવાળાઓ સામે મહારાષ્ટ્ર સરકારે કડક સજા કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લાલચુઓને સજા કરવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા ભેળસેળ વિરોધી કાયદા હેઠળ ભેળસેળ કરતા નફોખોરોને ઉંમર કેદની સજા આપવાની જાગવાઇ કરી છે. રાજ્યના મંત્રીમંડળે સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, હવે સરકાર વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી જાહેરાત થઇ હતી કે, રાજ્યમાં ખાદ્ય પદાર્થો અને દવાઓ જેવી જરૂરી વસ્તુઓમાં ભેળસેળ કરતાં દોષીઓને આજીવન જેલની સજા કરવામાં આવશે. તેની પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યમાં હાલના કાયદા મુજબ ભેળસેળમાં દોષીને ૬ મહિનાની સજા અને માત્ર એક
આભાર – નિહારીકા રવિયા હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. ૬ મહિનાની સજા સામે દોષીઓ પોલીસ સ્ટેશન પાસેથી જામીન પણ મેળવી લેતા હતા. પરંતુ હવે પછી આ મામલે કોર્ટમાં જવું પડશે.
નાગરિક પુરવઠા અને દવા પ્રબંધન તથા ગ્રાહક સુરક્ષા મંત્રી ગિરીશ બાપટે જણાવ્યું કે, ભેળસેળ કરતા લોકો પર કાર્યવાહી કરવા માટે વર્તમાન કાયદો ખૂબ જ નબળો છે. લાલચુ અને નફાખોરો ભેળસેળ કરી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. ભેળસેળ સામે લોકોના ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. ખાદ્ય પદાર્થો, દવાઓ, દૂધ જેવી રોજબરોજની ચીજામાં ભેળસેળ સામાન્ય બાબત બની ગઇ છે અને તેમને સજા કરવા માટે કાયદો ખૂબ જ ગૂંચવણભર્યો અને નબળો છે, જેથી એવા લોકો સરળતાથી જામીન મેળવી લે છે. કેબિનેટ મંત્રી બાપટે જણાવ્યું કે, વર્તમાન સાંસદ સત્રની સમય મર્યાદા ઘણી ઓછી છે, પરંતુ સરકાર પ્રયત્નો કરી રહી છે કે આજ સત્રમાં વટહુકમ લાવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY