ખાંભા,તા.૧૫
વધુ એક સિંહનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખાંભાના તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં એક ૧૦ વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ સિંહનું મોત ક્યાં કારણોસર થયું છે. તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સાંજે ૬ વાગ્યે આ સિંહનું મોત થયું હતું જેને વનવિભાગ દ્વારા છુપાવવાનો પ્રયાસ થયો હતો.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોઠારીયા રાઉન્ડની વીડીમાં આ સિંહનું મોત થયું હતું. હાલ તો આ સિંહના મૃતદેહને જસાધાર એનિમલ કેસ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જેથી પીએમ રિપોર્ટ બાદ જ સિંહના મોતનું સાચુ કારણ સામે આવશે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે સિંહની સુરક્ષાને લઈ વન વિભાગના યોગ્ય ફેરણાં ન થતાં સિંહનું મોત નિપજ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





