મહુવા,તા.૧૫
જમ્મૂ-કશ્મિરના પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સનાં ૩૭ જવાનો શહિદ થયા છે અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ હુમલા માટે જૈસ-એ-મોહમંદ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. લોકો શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
રામાયણ કથાકાર મોરારિબાપુએ પણ શહિદોને શ્રદ્ધાજંલિ આપી અને કહ્યું કે, “ગુરૂવારે કાશ્મીરમાં આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રુરતાપૂર્ણ હુમલો કર્યો અને એમાં આપણા જે જવાનો શહિદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. તે તમામ શહીદ જવાનોને મારા હ્રદયની પુરી શ્રદ્ધાંજલિ અને તેમની શહિદીને સલામ. એમના પરિવારજનોને મારી ઊંડી સંવેદના અને દિલસોજી પાઠવું છું. આવા સંકટનાં સમયે આખો દેશ અને રાજનૈતિક પક્ષો એક બનીને ઉભા રહીએ અને આવી બાબતમાં કોઇ રાજનીતિ ન કરે તેવી એક સાધુ તરીકે વિનંતી કરુ છુ”.
આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયમાં યોજાનાર આ અગત્યની બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રી હાજર રહ્યા. આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સભ્યો પણ ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



