ખાનપુર,તા.૩
ઉત્તરાખંડના ખાનપુર ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયને એક વખત ફરી વિવાદાસ્પદ નિવેદન આપી રાજકારણમાં ગરમા ગરમી લાવી દીધી છે. આ વખતે પ્રણવ સિંહે પં. જવાહરલાલ નહેરૂ અને મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. સિંહે નહેરૂને ચરિત્રહિન અને મહાત્મા ગાંધી માટે તેમણે કહ્યું કે, તે રાષ્ટ્રપિતા કહેવાના હકદાર નથી.
આ ધારાસભ્યએ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી વહેંચી પણ દીધો. આ પત્રમાં ધારાસભ્યએ નહેરૂ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે હિન્દુઓને મજાક બનાવી રાખી દીધા હતા. કાશ્મીરમાંથી પંડિતોને પલાયન કરવા માટે તેજ જવાબદાર છે. સાથે તેમણે કહ્યું કે, નહેરૂ ચરિત્રહિન હતા. ૧૯૬૨માં થયાલું ભારત-ચીન વચ્ચેનું યુદ્ધ પણ તેમના કારણે જ હાર્યા હતા. સાથે કાશ્મીરની સમસ્યા અને અનુચ્છેદ ૩૭૦ માટે નહેરૂ જ જવાબદાર છે.
બીજેપી ધારાસભ્ય આટલે જ ના રોકાયા. તેમણે મહાત્મા ગાંધી પર આરોપ લગાવ્યો કે, તે સરદાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝથી જલતા હતા. તેમણે સાચા લોકોને સત્તા ન આપી અને ખોટા લોકોના હાથમાં સત્તા પકડાવી દીધી. તે રાષ્ટ્રપિતા કહેવાના હકદાર નથી.
ઉલ્લેખનીય છે કે, કુંવર પ્રણવ સિંહ પહેલા પણ નહેરૂ માટે વિવિદાસ્પદ ટીપ્પણીઓ કરી ચુક્વ્યા છે. ૧૬ એપ્રિલે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પંડિત નહેરૂને દિવસે સપના જોવા વ્યકિત કહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




