મોરબીની વાવડી ચોકડીએ હીટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત

0
10

મોરબી પંથકમાં અકસ્માતોના એક બાદ એક બનાવો બની રહ્યા છે જેમાં વાવડી ચોકડીએ અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવાર વૃદ્ધનું મોત થયું

મોરબીના નાની વાવડી ગામના રહેવાસી દિલીપભાઈ તેજાભાઈ જાદવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૪ ના રોજ તેના પિતા તેજાભાઈ રણમલભાઈ જાદવ પોતાના મોટરસાયકલ નં જીજે ૩૬ ડી ૦૫૩૯ પર વાવડી ચોકડીથી વાવડી ગામ તરફ જતા હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે તેના મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત થયું છે જયારે અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY