ખાંડનું ઉત્પાદન ૨૯૫ લાખ ટન વધુ થશે, ભાવો ગગડી જવાની ભીતિ

0
144

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ નિકાસ માટે સબસીડી અને નિકાસ ડયુટીમાં ઘટાડો કરી નિકાસની છૂટ નહીં અપાય તો ખાંડ ઉદ્યોગની સ્થિતિ કફોડી થઈ શકે છે. વર્તમાન પિલાણ સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૨૯૫ લાખ ટન વધુ થશે. જેથી ખાંડના ભાવ નીચા જશે અને શેરડી ઉત્પાદકો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકશે નહીં. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. તેમાં દક્ષિણ ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગનું હબ છે. શેરડી ઉત્પાદક ખેડૂતોની સંખ્યા પણ વધુ છે. ખાંડ ઉદ્યોગમાં વર્તમાન શેરડી પિલાણ સીઝન ઓક્ટોબર ૨૦૧૭ માં શરૃ થઈ ત્યારે ઈન્ડીયન શુગર મીલ એસોસીયેશનના(આઈએસએમએ) અનુમાન મુજબ દેશમાં ખાંડનું ઉત્પાદન ૨૯૫ લાખ ટન વધુ થવાની શક્યતા છે. વર્તમાન શેરડી રોપાણ સીઝન વર્ષ ૨૦૧૭-૧૮ ના આંકડા ધ્યાને લઈ આ અનુમાન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના બજાર ભાવ જાળવવા ખાંડની આયાત ડયુટીમાં ૧૦૦ ટકા વધારો કરાયો છે. હવે ખાંડની નિકાસ અંગેની નીતિમાં ફેરફારની જરૃરિયાત છે. શેરડીનું ઉત્પાદન વધતા ખેડૂતોને ખાંડના નિકાસની છૂટ આપી ખાંડ નિકાસ માટે સબસીડી જાહેર કરવા સાથે ડયુડી ઘટાડવા માંગણી થઈ છે. નોંધનીય છે કે, આગામી ૧૦ થી ૧૫ દિવસમાં જ ખાંડ નિકાસની છૂટ આપવામાં આવે તો જ જૂન માસ અગાઉ નિકાસ થઈ શકે તેમ છે. છૂટ નહીં અપાય તો ૧૦૦ કિલો દીઠ રૃ. ૭૦૦ ના ઘટાડાની શક્યતા ખાંડના બજાર ભાવ હાલમાં સરેરાશ રૃ. ૩૧૦૦ થી ૩૨૦૦ (૧૦૦ કિલો) દાગીના છે. આયાત ડયુટીમાં ૧૦૦ ટકા વધારો કરાતા હાલમાં ભાવ સ્થિર થઈ જળવાયેલા છે. પણ નિકાસની નીતિમાં માંગણી મુજબ ફેરફાર નહીં કરાય તો ઓક્ટોબર ૨૦૧૮ થી શરૃ થતી પિલાણ સિઝનમાં ખાંડના ભાવમાં દાગીના દીઠ રૂ. ૬૦૦ થી ૭૦૦ નો ઘટાડો થઈ શકે છે. આજે ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં સ્ટોક વેલ્યુ નક્કી થશે મંગળવારે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની મીટીંગ ગણદેવી શુગર ફેક્ટરીમાં બપોરે બે વાગ્યે મળશે. જેમાં ગુજરાતની તમામ સહકારી શુગર ફેક્ટરીના પ્રમુખ, એમ.ડી.અને ચીફ એકાઉન્ટન્ટ ઉપસ્થિત રહેશે. વર્તમાન પિલાણ સીઝનમાં શેરડીના આખરી ભાવ નક્કી કરવાના મુદ્દે ચર્ચા થશે. ગત વર્ષે ખાંડની સ્ટોક વેલ્યુ દાગીના(૧૦૦ કિલો)ના રૂ. ૩૪૦૦ થી ૩૪૫૦ નક્કી કર્યા હતા. જે ખાંડ ખુલ્લા બજારમાં દાગીના દીઠ રૂ. ૩૬૫૦ માં વેચાઈ છે. અને વર્તમાન પિલાણ સીઝનમાં નવો માલ(ખાંડ) દાગીના દીઠ રૂ. ૩૧૦૦ થી ૩૧૫૦ માં વેચાણ થઈ રહ્યો છે.જ્યારે બગાસના ભાવ ટનદીઠ રૂ. ૧૯૦૦ હતા તે ચાલુ રૂ. ૬૦૦ વધીને રૂ. ૨૪૦૦ થયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY