રાજપીપળા વન વિભાગ કચેરી ના પાછળ ના ભાગે આવેલ એક મકાન ના કાઉન્ડ ં ચાર પાંચ બાળકો રમતા હોય ત્યાં આમળા નું ઝાડ જોઈ ખાવા જતા સામાવાળા એ એર ગન ચાલવતા ઘટના બની
થોડીજ વાર માં આ વાત વાયુવેગે શહેર માં ફેલાતા વન વિભાગ ની કચેરી માં ફાયરિંગ ની અફવા એ જોર પકડતા લોકો ત્યાં દોડ્યા

રાજપીપળા : રાજપીપળા વન વિભાગ કચેરી ની પાછળ જૂની એન સી સી ઓફિસ પાસે ના એક મકાન ના કમ્પાઉન્ડ માં સાંજે ચાર પાંચ બાળકો રમતા રમતા ગયા ત્યાં કમ્પાઉન્ડ માં આમળા નું ઝાડ જણાતા એ લોકો આમળા લેવા ત્યાં જતાજ અંદર મકાનમાં રેહનાર યુવાન રવિરાજસિંહ મયુરસિંહ મહિડા એ એમને ભગાડવા પ્રયાસ કર્યો પરંતુ બાળકો આમળા તોડવા ના મૂળ માં હોય અકળાયેલા રવિરાજસિંહ અચાનક એર ગન માંથી છરો છોડતા ટોળા માં રહેલ હરીવદન મહેશભાઈ વસાવા નામના શાળા માં ધોરણ આઠ માં અભ્યાસ કરતા એક બાળક ને હાથ ની કોણી માં છરો ઘૂસી જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને રાજપીપળા સિવિલ માં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ વાત વાયુવેગે રાજપીપળા માં ફેલાતા લોકો માં ફાયરિંગ થયા બાબતે ભારે ચર્ચાઓ એ જોર પકડાયું હતું
બૉક્ષ : અમે એર ગન ચલાવનાર યુવાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે : ટાઉન પી આઈ
આ બાબતે ટાઉન પી આઈ રાઠવા એ જણાવ્યું કે બાળક બે ઇજા પોહ્ચાડનાર યુવાન સામે એટ્રોસિટી અને તીક્ષણ હથિયાર વડે હુમલા ની કલમો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






