રાજપારડી:
ગત રોજ ભરૂચ જીલ્લાના ઝગડીયા તાલુકાના રૂઢ ગામના એન.ટી.પી.સી. પાછળ ખુલ્લી જગ્યામાં રાત્રી દરમિયાન રાજપારડી પોલીસે રેડ પાડતાં ચાર જેટલા જુગારીઓ ઝડપાયા હતા. જેમાં રૂ.૨૧,૧૨૦ રોકડા તેમજ મોબાઈલ સહીત મુદ્દમાલ રૂ.૨૩,૧૨૦ નો પત્તા પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. ૧.ઈરફાન ગુલામ ગોરી, ૨. સલીમ મયુદ્દીન પરમાર ૩. મકસુદ ગુલામ અગવાન આ ત્રણેય ઈસમો રૂંઢ ગામનાં જ વાતની છે. જયારે ૪. અલ્તાફ ઐયુબ દિવાન રહે. નવી વસાહત, ભાલોદ તથા પાંચ ઇસમો જુગારના સ્થળ પર થી ભાગી જવામાં સફર રહ્યા હતા. જોકે રાજપારડી પોલીસે ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ બનાવના પગલે જુગારીઓમાં ફફળાટ ફેલાયો છે.
રિપોર્ટર: પ્રકાશ ચૌહાણ, રાજપારડી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"