દેશમાં ૧૮૦૦ વ્યકિતઓ વચ્ચે માત્ર એક વકીલ ચિંતાનો વિષયઃ ચીફ જસ્ટીસ ગોગોઈ

0
21

ન્યુ દિલ્હી,તા.૬
દેશના નવા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ દેશમાં વકીલો અને જજાની ઓછી સંખ્યાને લઈને પોતાની ચિંતા જાહેર કરી છે. તેમણે કહ્યું હતુ કે કોર્ટમાં આવનારા કેસોની સંખ્યા ઘણી વધારે છે અને તેની સામે વકીલો અને જજા બહુ ઓછા છે.
તેમણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ની એક ઈવેન્ટમાં હાજરી આપતી વખતે કહ્યું હતુ કે દેશમાં દર ૧૦૦૦ લોકોએ ૧૫ કોર્ટ કેસ છે. દેશમાં કાનૂની સહાયતા એક મોટો મુદ્દો છે. દેશમાં ૬૭ ટકા કેદી અન્ડર ટ્રાયલ છે. જેમાંથી ૪૭ ટકા લોકોની વય ૧૮ થી ૩૦ વર્ષની છે.
ગોગોઈએ કહ્યું હતુ કે દેશમાં વકીલોની સંખ્યા માંડ ૧૩થી ૧૪ લાખ છે. જે પુરતી નથી. અમેરિકામાં ૨૦૦ લોકો વચ્ચે એક અને ભારતમાં ૧૮૦૦ લોકો વચ્ચે એક જ વકીલ છે. વકીલોની સંખ્યામાં વધારાની જરુર છે. જે વકીલો વકીલાત કરે છે તેમણે પોતાની ગુણવત્તા સુધારવાની જરુર છે.
તેમણે કહ્યું હતુ કે કેસોની સંખ્યા વધતી જશે કારણકે આર્થિક, સામાજીક અને રાજકીય ક્ષેત્રમાં લોકોની સક્રિયતા વધી રહી છે. જેના કારણે વકીલો અને વસતીનો જે રેશિયો છે. તેમાં વધારે અંતર આવશે.બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ માટે જરુરી પગલા ભરવા જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY