આગામી સપ્તાહના પ્રારંભ સુધીમાં અંતિમ નિષ્કર્મ પર પહોંચાશે
વોશિંગ્ટન,તા.૧૮
સાઉદી પત્રકાર જમાશ ખશોગીની હત્યાના મામલે તપાસમાં લાગેલું અમેરિકા અત્યાર સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્્યું નથી. જાકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભરોસો વ્યક્ત કર્યો છે કે આગામી સપ્તાહના પ્રારંભ સુધીમાં અંતિમ નિષ્કર્ષ પર પહોંચાશે. ટ્રમ્પનું આ નિવેદન અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના એ રિપોર્ટ બાદ આવ્યું જેમાં ખશોગીની હત્યા માટે સાઉદી અરબના પ્રિન્સ અહદ મોહમ્મદ બિન સલમાનને જવાબદાર ઠેરવ્યા હતા. સીઆઈએના મતે સાઉદી સરકારના ૧૫ એજન્ટ સરકારી એરક્રાફ્ટથી ઈસ્તાનબુલ ગયા હતા અ્ને સાઉદી કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યાને અંજામ આપ્યો હતો.
સાઉદી અરબ ૨ ઓક્ટોબરે થયેલી પત્રકાર જમાલ ખશોગીની હત્યા મુદ્દે પોતાનું વલણ બદલતું રહ્યું છે. પહેલા તેણે વિદ્રોહી પત્રકાર વિશે માહિતી હોવાનો ઇન્કાર કરી દીધો હતો બાદમાં એવું સ્વીકાર્યું કે એક વિવાદીત ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ લેતા આવેશમાં ખશોગીની હત્યા કરવામાં આવી. આ સપ્તાહમાં સાઉદી અરબના એક વકીલે હત્યાકાંડમાં વલી અહમદની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો.
દરમિયાન કેલિફોર્નિયાના માલિબુના જંગલોમાં લાગેલી ભીષણ આગથી થયેલા નુકસાનનું આકલન મેળવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમને આગામી બે દિવસમાં હત્યાનો સંપૂર્ણ રિપોર્ટ મળી જશે.
બીજીતરફ વિદેશ વિભાગના પ્રવક્તા હીથર નોર્ટે જણાવ્યું કે, અમેરિકા આ મુદ્દે અંતિમ નિષ્કર્ષ પર પહોંચી ગયું હોવાની અટકળો ખોટી છે. ખશોગીની હત્યાના મામલે હજુ પણ કેટલાય સવાલો છે જેના જવાબો મળ્યા નથી તેમ તેમણે જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



