ભારત માટે રક્ષણાત્મક સાબિત થશે એસ-૪૦૦ મિસાઇલો

0
120

એર માર્શલ આર.નામ્બિયરનું નિવેદન
શિલોંગ,તા.૧૮
રશિયા પાસેથી ખરીદવામાં આવનારાં એસ-૪૦૦ મિસાઇલ પ્રાદેશિક મહત્વકાંક્ષા ધરાવતા દેશોથી ભારતને રક્ષણ આપશે, એમ ઍર માર્શલ આર. નામ્બિયરે કહ્યું હતું.
એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ નૅક્સ્ટ જનરેશન ઍર ડિફેન્સ સિસ્ટમ છે જે ૪૦૦ કિ.મી. સુધીના અંતરે આવેલા હવાઈ લક્ષ્યનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઇસ્ટર્ન ઍર કમાન્ડ્‌સ ઍર આૅફિસર કમાન્ડિંગ ઇન ચીફ, ઍર માર્શલ આર. નામ્બિયરે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે આ નવી મિસાઈલ યંત્રણા ભારતને તેની પ્રાદેશિક એકતાનું રક્ષણ કરવાની ક્ષમતાને તીક્ષ્ણ ધાર આપશે.
આ મિસાઈલ યંત્રણા પ્રાપ્ત કરવા અંગેની વાટાઘાટ કરવા રશિયા ગયેલા ભારતના પ્રતિનિધિમંડળના પ્રતિનિધિઓમાંનાં એક નામ્બિયરે કહ્યું હતું કે આવનારા ૨૩ મહિનામાં આ મિસાઇલ યંત્રણા ભારત આવી જશે. ભારત પર પ્રતિબંધ મૂકવાની અમેરિકાની ધમકીના દબાણની અવગણના કરતા ભારતે પાંચ આૅક્ટોબરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનની ભારત મુલાકાત દરમિયાન આ સંરક્ષણ સોદાના કરાર પર સહી કરી હતી. કરાર મુજબ ભારત પાંચ અબજ ડાલરમાં એસ-૪૦૦ મિસાઇલના પાંચ સૅટ મેળવશે.
ભારતની પડોશમાં પ્રાદેશિક મહત્વકાંક્ષા ધરાવતા દેશો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ચીને પણ આ મિસાઈલ રશિયા પાસેથી મેળવવાના કરાર કર્યા હોવાને ધ્યાન પર લેતાં ભારત માટે આ કરાર અતિ મહત્વનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY