ખેડા જિલ્લામાં સેવા સેતુ કેમ્પના માધ્યમથી નાગરિકોને પારદર્શી પ્રશાસનની અનુભૂતિ થઇ રહી છે .

0
23

ખેડા જિલ્‍લામાં રાજયવ્‍યાપી સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાનો જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયો છે. ખેડા જિલ્‍લા પ્રશાસનના સકારાત્‍મક અભિગમથી સેવા સેતુ કાર્યક્રમના માધ્‍યમથી જિલ્‍લાના નાગરિકોને પારદર્શીતા પ્રશાસનની સાચા અર્થમાં અનુભૂતિ થઇ રહી છે એટલું જ નહીં લોકોને ઘર આંગણે પોતાના વ્‍યક્તિલક્ષી પ્રશ્નોનો ઉકેલ મળી રહયો છે. ખેડા જિલ્‍લાના વિવિધ તાલુકાઓમાં સપ્‍ટેમ્‍બરમાં યોજાયેલા ૧૦ સેવા સેતુ કાર્યક્રમાં ૧૭,૨૭૨ અરજદારોએ અરજીઓ રજૂ કરી હતી. જૈ પૈકી ૧૭,૨૬૭ અરજીઓનો પ્રશાસન દ્ધારા હકારાત્‍મક ઉકેલ કરી ૯૯.૯૭ ટકા સિધ્‍ધિ હાંસલ કરી છે.

કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્‍યું કે, સેવા સેતુ કાર્યક્રમ હેઠળ કઠલાલ તાલુકામાં ૭૧૮, ખેડામાં ૪૧૯૫, ઠાસરામાં ૧૭૨૮, મહુધામાં ૧૫૭૮, વસોમાં ૨૪૯૩, કપડવંજમાં ૩૭૮૦ અને માતર તાલુકામાં ૨૭૭૫ સહિત કુલ ૧૭,૨૬૭ અરજીઓનો એક જ દિવસમાં સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો છે.

શ્રી પટેલે જણાવ્‍યું કે, જિલ્‍લામાં યોજાયેલ સેવા સેતુ કેમ્‍પમાં આધારકાર્ડની ૭૦૬, રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૫૯૮, નામ કમી કરવાની ૧૨૯, રેશનકાર્ડમાં નામમાં સુધારાની ૧૫૬, જાતિ પ્રમાણપત્રની ૨૫, મા વાત્‍સલ્‍ય કાર્ડની ૧૭૫, મા અમૃતમ કાર્ડની ૮૯, ઘરેલુ વીજ જોડાણની ૨૫, આવકના દાખલાની ૧૧૧૯, વરિષ્‍ઠ નાગરિક્તા પ્રમાણપત્રની ૫૨, જન્‍મ–મરણના દાખલાની ૨૯૮, સાત-બાર-આઠ-અ ના ૨૦૮૫ પ્રમાણપત્રો, ક્રિમીલેયર પ્રમાણપત્ર ૪૧, વિધવા સહાયની ૧૭ તેમજ વૃધ્‍ધ નિરાધાર સહાયની ૩૦ અરજીઓનો ઉકેલ કરવામાં આવ્‍યો છે. ખેડા જિલ્‍લામાં સેતુ સેતુ સંતોષની લોકલાગણીના સેતુ બની રહયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY