મુંબઇ,તા. ૧૮
જે ચાહકોને દિપિકાની આગામી ફિલ્મનો ઇન્તજાર છે તે ચાહકો માટે હવે સારા સમાચાર છે. કારણ કે દિપિકાએ નવી ફિલ્મ કરવા માટે તૈયારી દર્શાવી હોવાના હેવાલ મળ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દિપિકા હવે મેઘના ગુલજારની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મેઘના ગુલજાર લોકપ્રિય ગીતકાર ગુલજારની પુત્રી છે. મેઘનાએ તાજેતરમાં જ રાજી ફિલ્મનુ નિર્દેશન કર્યુ હતુ. આ ફિલ્મની ખુબ પ્રશંસા કરવામા ંઆવી હતી. હવે મેઘના ગુલજાર પોતાની આગામી ફિલ્મ માટે લીડ અભિનેત્રીની શોધ કરી રહી છે. મળેલી માહિતી મુજબ દિપિકા સાથે તેની વાતચીત ચાલી રહી છે. જા કે દિપિકા તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. દિપિકાએ ફિલ્મ પદ્માવત બાદથી કોઇ ફિલ્મ સાઇન કરી નથી.
રણવીર સિંહ સાથે લગ્ન કરવાની તૈયારી દિપિકા હાલમાં કરી રહી છે. દિપિકા ફિલ્મ કરવા માટે હવે ઉત્સુક છે. થોડાક સમય પહેલા એવા હેવાલ આવ્યા હતા કે દિપિકા ફિલ્મ ચાલબાજની રીમેક માટે પણ માની ગઇ છે. ચાલબાજની રીમેક ફિલ્મમાં હવે ડબલ રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી છે. મુળ ફિલ્મમાં શ્રીદેવી ડબલ રોલમાં નજરે પડી હતી. રીમેક ફિલ્મ માટે નિર્માતા નિર્દશકો દિપિકાનો સંપર્ક કરી ચુક્યા છે. મેઘનાની નવી ફિલ્મ ચાલબાજની રીમેક છે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી રહી નથી. રાજી ફિલ્મમાં આલિયા ભટ્ટે શાનદાર ભૂમિકા અદા કરી હતી. તેની આ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી ગઇ હતી. દિપિકા બોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે. તેના ચાહકોની સંખ્યા પણ ખુબ મોટી રહેલી છે. દિપિકા છેલ્લા કેટલાક સમયથી મિડિયામાં નજરે પડી રહી નથી. તે ચર્ચામાં પણ નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




