સુરત શહેર-જિલ્લામાં જુન મહિનામાં ૬.૮ ઇંચ વરસાદ : ગત વર્ષ કરતો અડધો વરસાદ

0
70
સોથી વધુ માંગરોળમાં ૧૨.૫ ઇંચ તો ઓછો ચોર્યાસીમાં ૪ ઇંચ

મેઘરાજા આ વર્ષે ધીમીધારે વરસ્યા હોવા છતાં સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકાના જુન મહિનાનો કુલ વરસાદ ૬.૮ ઇંચ નોંધાયો છે. જો કે ગત વર્ષ ૨૦૧૭ના જુન મહિનામાં જે વરસાદ વરસ્યો હતો તેના કરતા આ વર્ષે અડધો જ વરસાદ વરસ્યો છે. ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં આ વર્ષે ત્રીજી જુનથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જોકે, બાદ વરસાદ ગાયબ થઇ ગયો હતો. ત્યારબાદ થોડા થોડા દિવસે વરસાદ વરસવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન જુન મહિનો સંપન્ન થતા જ સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં કુલ વરસાદ ૧૭૦૦ મિ.મિ (૬૮ ઇંચ) એટલે કે સરેરાશ ૬.૮ ઇંચ વરસાદી પાણી પડયું છે. જેમાં સૌથી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં ૧૨.૫ ઇંચ અને સૌથી ઓછો વરસાદ ઓલપાડ તાલુકામાં ૪ ઇંચ નોંધાયો છે. ગત વર્ષ ૨૦૧૭માં સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકાનો જુન મહિનાનો કુલ વરસાદ ૩૨૩૧ મિ.મિ (૧૨૯.૨૪ ઇંચ) એટલે કે સરેરાશ ૧૨.૯૨ ઇંચ વરસ્યો હતો. આમ ૨૦૧૭ કરતા આ વર્ષે અડધો જ ૬.૮ ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે છેલ્લા પાંચ વર્ષના ફકત જુન મહિનાના વરસાદના આંકડા જોઇએ તો ૨૦૧૪માં ૧.૬૮ ઇંચ અને ૨૦૧૬માં ૨.૮૪ ઇંચ જ પાણી પડયું હતુ. આમ આ વર્ષે ના ના કરતા તો વરસાદ સારો જ પડયો છે. એક વર્ષ મુશળધાર તો બીજા વર્ષે સામાન્ય વરસાદ છેલ્લા પાંચ વર્ષના વરસાદના આંકડા જોઇએ તો મેઘરાજા પણ કરામત કરતા હોઇ તેમ એક વર્ષ જુન મહિનામાં મુશળધાર વરસાદ તો બીજા વર્ષ પાછો સામાન્ય જ વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ જોતા ૨૦૧૫માં ૧૨.૪૫ ઇંચ તો ૨૦૧૬માં ૨.૮૪ ઇંચ અને ૨૦૧૭માં ૧૨.૯૨ ઇંચ તો ૨૦૧૮માં ૬.૮ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષના જુન મહિનાનો વરસાદ વર્ષ વરસાદ ( ઇંચ) ૨૦૧૪ ૦૧.૬૮ ૨૦૧૫ ૧૨.૪૫ ૨૦૧૬ ૦૨.૮૪ ૨૦૧૭ ૧૨.૯૨ ૨૦૧૮ ૦૬.૮૦

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY