કુમારસ્વામીનો દાવો : ત્રણ સપ્ટેમ્બરના રોજ નવા મુખ્યમંત્રી શપથ લેશે

0
10

બેંગ્લોર,તા.૨૬
કર્ણાટકમાં કાંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારમાં બધું જ બરાબર ચાલી રહ્યું નથી. આવનારા દિવસોમાં બંને પક્ષોના નેતા કંઇકને કંઇક બોલી રહ્યાં છે તેના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે. મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં રાજ્યમાં નવા મુખ્યમંત્રી શપથ લઇ શકે છે. કુમારસ્વામીએ કહ્યું કે ૩ સપ્ટેમ્બરના રોજ નવા મુખ્યમંત્રી શપથ લેશે. એ અગત્યનું નથી કે હું કેટલાં સમય માટે મુખ્યમંત્રી રહું. મારા માટે મહત્વપૂર્ણ એ છેકે હું જેટલા દિવસ પણ રહું મારા કામથી મારું ભવિષ્ય સુરક્ષિત કરું.
મુખ્યમંત્રી કુમારસ્વામીના આ નિવેદનના ઠીક એક દિવસ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને કાંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યુ્ં હતું કે તેઓ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. હાસનની એક જનસભામાં સિદ્ધારમૈયાએ કહ્યું કે જનતાના આશીર્વાદથી એક વખત ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનીશ. તેમણે કહ્યું કે તેમણે ફરીથી મુખ્યમંત્રી બનતા રોકવા માટે વિપક્ષે પરસ્પર હાથ મિલાવી લીધા અને મોટાપાયા પર જાતિ કાર્ડ અને ધન બળનો સહારો લેવામાં આવ્યો. સિદ્ધારમયૈએ કહ્યું કે મેં વિચાર્યું નહોતું કે લોકો મને એક વખત ફરીથી આશીર્વાદ આપશે અને મને મુખ્યમંત્રી બનાવશે. દુર્ભાગ્યવશ, હું હારી ગયો પરંતુ આ અંત નથી. રાજકારણમાં જીત અને હાર સામાન્ય છે.
આની પહેલાં કુમારસ્વામી ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેઓ સીએમ રહીને ઝેરનો ઘૂંટડો પી રહ્યાં છે. ત્યારબાદ પણ સરકારના ભવિષ્ય પર પ્રશ્ન ઉઠી રહ્યા હતા. જા કે જ્યારે બાદમાં વિવાદ વધ્યો તો કુમારસ્વામીએ આ નિવેદનથી છુટકારો મેળવવા માટે કહ્યું હતું કે તેમને કોઇ પરેશાની નથી. કાંગ્રેસ અને જેડીએસની વચ્ચે તાણવના બીજા સમાચાર ત્યારે આવ્યા જ્યારે અત્યારે કર્ણાટકમાં થનાર પંચાયતની ચૂંટણીમાં બંને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી.
ઉલ્લેખનીય છેકે કર્ણાટક એકલું એવું મોટું રાજ્ય છે જ્યાં કાંગ્રેસ સત્તામાં છે. આ વર્ષે યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં અહીં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. ભાજપ ૧૦૪ ધારાસભ્યોની સાથે નંબર વન પાર્ટી બની હતી. જા કે બીએસ યેદિયુરપ્પા વિધાનસભામાં બહુમતી સાબિત કરી શકયા નહોતા. ત્યારબાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY