વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા જીવન ટૂંકાવ્યુ

0
2

જુનાગઢ,તા.૨૪
ગુજરાતમાં ધરતીના તાતની હાલત પ્રતિદિવસે ખરાબ થઈ રહી છે. રાજ્યમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરીને દુનિયાની બધી જ ચિંતાઓને અહીં જ છોડીને બીજી દુનિયા તરફ પ્રયાણ કરી લીધો છે. ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જાકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું.
મળી રહેલા સમાચાર અનુસાર જૂનાગઢના વંથલી તાલુકામાં આખા ગામના ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતાં જીવન ટૂંકાવ્યુ હતું. જાણવા મળતી માહિતી અનુસાર ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતુ કે, ઓછા વરસાદના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા પણ ઓછા વરસાદના કારણે આ વર્ષો ઘણા ખેડૂતો આત્મહત્યા કરી ચુકવ્યા છે. ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ હોવા છતાં સરકાર તેમને લઈને યોગ્ય પગલા ભરી રહી હોય તેવું લાગી રહ્યું નથી. આવનારા દિવસોમાં ખેડૂતોના જીવન મૃત્યુમાં ન ફેરવાય તે માટે સરકાર યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી રહી છે. ગુજરાતમાં પણ મોટાભાગના ખેડૂતો દેવાના ડૂંગળ નીચે દબાયેલા છે, તેવામાં સરકારે ખેડૂતોના દેવા વિશે વિચારણા કરવી જરૂરી બની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY