ટ્રાવેલ્સની આડમાં લઈ જવાતો ૨.૫૦ લાખનો દારૂ જપ્ત, એકની ધરપકડ

0
9

વલસાડ,તા.૨૪
વલસાડમાં ટ્રાવેલ્સની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છે. ભિલાડ પોલીસે ૨.૫૦ લાખનો મહારાષ્ટ્રનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. ટ્રાવેલ્સ બસમાં સીટ નીચે દારૂ ગોઠવી તસ્કરી કરવામાં આવતી હતી. ભિલાડ પોલીસે બસ ચાલક સહિત ૭.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાતમાં દારૂબંધી છે. છતાં પણ બુટલેગરો કોઇપણ ભોગે ગુજરાતમાં દારૂ ઠાલવતા રહે છે. કિયારેય ગુજરાતને દારૂની ઉણપ થવા દેતા નથી. જેના માટે પોલીસ જવાબદાર છે. પણ હવે પોલીસના સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા બુટલેગરોની પકડ ઢીલી થઇ છે. તેનો તાજા દાખલો વલસાડ ખાતે જાવા મળે છે.
ભિલાડ પોલીસે ટ્રાવેલ્સની આડમાં લઇ જવાતો અઢી લાખનો મહારાષ્ટ્રનો દારૂનો જથ્થો ઝડપયો છે. દમણ બાદ હવે દારૂ ગુજરામાં લાવવા બુટલેગરોએ મહારાષ્ટ્રના દારૂનો સહારો લીધો છે.
અવનવા કિમીયા અજમાવતા બુટલેગરોએ ટ્રાવેલ્સની બસમાં સીટ નીચે દારૂ ગોઠવી તસ્કરી કરાવી રહ્યા છે. મહારાષ્ટ્રીથી દારૂ ભરી આવતી મીની ટ્રાવેલ્સની બસમાં સીટ નીચે દારૂ છુપાવી બસનો ચાલક ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. ભિલાડ પોલીસે બસ સાથે ચાલકની ધરપકડ કરી છે. જેમાં ૭ લાખ ૫૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY