બૂલેટ ટ્રેનમાં જતી જમીન માટે ખેડૂતોને 3000 ટકા ઓછું વળતર

0
109

અમદાવાદથી મુંબઈ રેલવે માટેની ખેડૂતો પાસેથી જમીન સરકાર જપ્ત કરી રહી છે. તેનું વળતર સાવ નજીવું છે. જ્યાં સરકારની જમીન છે તેની કિંમત આપવામાં આવી રહી છે તેની સરખામણીએ વળતર 10 ટકા માંડ છે તેનો સમતલબ કે સરકાર પોતે જ પોતાની જમીનને સારી રકમ આપી રહી છે જ્યારે ખેડૂતોની જમીન મામૂલી કિંમતે વસુલ કરી રહી છે. જે ભાવ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરમાં ભાવ આપવામાં આવી રહ્યો છે તેનાથી વધારે બુલેટ ટ્રેઈન માટે નહીં હોય. એટલે કે શ્રીમંત લોકો માટે દોડનારી સુપરફાસ્ટ બુલેટ ટ્રેઈન જે જેમીન પર દોડશે તે ગરીબ ખેડૂતોની જમીન પર દોડશે.

મેસરાડ ગામમાં એક ચો.મી. જમીનનું વળતર ખેડૂતને રૂ.25 આપવામાં આવી રહ્યું છે જ્યારે તે જ ગામમાં સરકારી જમીનનું વળતર એક ચો.મી.ના રૂ.384 આપવામાં આવ્યું છે. બોડકા ગામમાં ખેડૂતોને રૂ.9નું વળતર આપેલું છે આ જ ગામની સરકારી જમીનને રૂ.407 આપેલા છે. સેવાસી ગામમાં ખેડૂતને એક ચોમીનું વળતર રૂ.900 છે જ્યારે સરકારી જમીન રેલવેમાં જાય છે તેને રૂ.17,083 ચૂકવાયું છે.

બીલ ગામમાં તો હદ કરી છે. અહીં ખેડૂતને રૂ.600 ચૂકવાયા છે જ્યારે સરકારી જમીનના રૂ.25,000 ચૂકવાયા છે. આમ ખેડૂતોને સરકાર રીતસર પાટુ મારી રહી છે અને પોતાની જમીનને જંગી ભાવ આપી રહી છે. 3000 ટકા ઓછી કીંમત ખેડૂતોને આપવામાં આવી રહી છે. રાજકીય લાભ ખાટવા માટે ભારતીય જનતા પક્ષના સત્તા લાલચું નેતાઓ બુલેટ ટ્રેન બની રહી છે જે ખેડૂતોના શોષણ પર બની રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY