જેલની અંદરનો સલમાનનો ફોટો વાયરલ

0
387

20 વર્ષ જૂના બ્લેક બક કેસમાં બોલિવુડ અભિનેતા સલમાન ખાનને જોધપુર કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે અને જામીનની પ્રક્રિયા પૂર્ણ ન થતા તેને કોર્ટમાંથી ડાયરેક્ટ જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ અધિકારીઓ સાથે બિન્દાસ બેસેલા સલમાન ખાનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સિવાય જેલમાં પ્રવેશતો હતો, ત્યારના પણ અનેક ફોટોઝ સામે આવ્યા હતા.

સલમાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે…

અનેક અફવાઓ બાદ જોધપુર કોર્ટે ફાઈનલી કાળા હરણના શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનની સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારી છે. સલમાન ખાનને 10000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેનું ધરપકડ વોરંટ પણ બની ગયું છે. સલમાનને આજે જ સેન્ટ્રલ જેલમાં જવું પડશે. 20 વર્ષ જૂના બ્લેકબક કેસમાં સલમાન ખાન દોષી જાહેર કરવામાં આવ્યો છે.

આજે સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બૂ અને નીલમ જોધપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમના પર આરોપ હતો કે, 1998મા 1 અને 2 ઓક્ટોબરની રાત્રે આ તમામે અલગ-અલગ જગ્યાઓએ કાળા હરણનો શિકાર કર્યો હતો. જેનો ફેંસલો આવી ગયો છે. આજે જે કેસનો ચુકાદો આવ્યો છે, તે કાંકાણી ગામના બે કાળા હરણના શિકારનો છે.

એવી અફવા ફેલાય હતી કે, સલમાન ખાનને 2 વર્ષની સજા કરી દેવામાં આવી છે. ઘણી ન્યૂઝ ચેનલો પર આ ખબર ચાલતી હતી. સલમાન ખાનને વન્ય જીવન સંરક્ષણની ધારા 9/11 અંતર્ગત તેને દોષી જાહેર કરવામાં આવ્યો છે. સલમાન ખાન સિવાય તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ચુકાદા પહેલા વરિષ્ઠ વકીલનું કહેવું હતું કે, સંભવ છે કે, સલમાનને ત્રણ વર્ષની સજા થઈ છે. સલમાન ખાન 3 કેસમાં નિર્દોષ જાહેર થયો છે, જ્યારે 1 કેસમાં દોષી સાબિત થયો છે. કોર્ટ રૂમમાં સરકારી વકીલે કહ્યું હતું કે, સલમાન ખાન ટેવાયેલો અપરાધી છે. એટલા માટે તેને વધુમાં વધુ સજા આપવી જોઈએ. ત્યારે સલમાનના વકીલે કહ્યું હતું કે, જ્યારે તમામ આરોપી નિર્દોષ જાહેર કરાયા છે, તો સલમાનને દોષી કેમ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY