નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો હવાલો સંભાળતા શ્રીમતી જીન્સી વિલીયમ

0
317

રાજપીપળા:
બોટાદ જિલ્લાના બરવાડા પ્રાંતના મદદનીશ કલેક્ટર શ્રીમતી જીન્સી આર. વિલીયમ (IAS) ની નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક થતાં શ્રીમતી જિન્સી વિલીયમે ગઇકાલે રાજપીપલા ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
        સને- ૨૦૧૪ માં ભારતીય વહિવટી સેવા સંવર્ગ (IAS) સેવાઓમાં સીધી ભરતીથી પસંદગી પામીને તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રીમતી જિન્સી આર. વિલીયમ કેરાલા રાજ્યના ત્રિવેન્દ્રમ જિલ્લાના વતની છે અને શૈક્ષણિક લાયકાતમાં તેઓશ્રી આયુર્વેદિક તબીબની પદવી ધરાવે છે. ભારતીય વહિવટી સેવામાં જોડાઇને મસૂરી ખાતેની તાલીમ બાદ સને ૨૦૧૫-૧૬ માં વડોદરા ખાતે પ્રોબેશનરી તરીકેની સેવાઓ આપી હતી. ત્યારબાદ બાદ તેઓશ્રી જુલાઇ-૨૦૧૭ માં બોટાદ જિલ્લાના બરવાડા પ્રાંતના મદદનીશ કલેક્ટર તરીકે જોડાયાં હતાં અને ત્યાંથી બદલી પામીને નર્મદા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ગઇકાલે તેઓએ ચાર્જ સંભાળી લીધો છે.
        અત્રે એ ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના બરવાડા પ્રાંતમાં બરવાડા અને રાણપુર તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે શ્રીમતી જીન્સી વિલીયમે તમામ પ્રકારની કામગીરી સફળતાપૂર્વક બજાવી છે. તેઓએ તેમના વિસ્તારમાં વૃધ્ધાવસ્થા પેન્શન સહાય યોજનામાં પણ નોંધપાત્ર કામગીરી કરી હતી. બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર તરીકેની પણ વધારાની જવાબદારીઓ સંભાળી હતી અનેCRPC રેગ્યુલેટ કરવાની કામગીરીમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.  

ચીફ રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY