ખેડૂતો આનંદો નો સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૨૧.૯૨ મીટરે પહોંચી

0
22

નર્મદા,તા.૧
ગુજરાતની જનતાને પાણીની સમસ્યાનો અંત આવી રહ્યો છે. એક સમયે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની અછત સર્જાઇ હોવાની પરિસ્થિતી હતી જેનાંથી વિપરિત હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમમાં સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી ૫૮,૫૨૬ ક્ન્યૂસિક  પાણીની આવક થઇ છે. આ સાથે જ ડેમની સપાટી ૧૨૨.૦૬ મીટરને પાર પહોંચી ગઇ છે.
સરદાર સરોવર ડેમમાં દર કલાકે ૩ સેન્ટીમીટર પાણીનો વધારો થઇ રહ્યો છે. હાલમાં ડેમમાં જે પ્રમાણે પાણીની આવક છે તે જાતા ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ પાણી આપવા આપણે સક્ષમ થઇ ગયા છીએ. ગુજરાતની મેઇન કેનાલમાં હાલમાં ૯૦૦૦ ક્ન્યૂસિક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ડેમમાં હાલમાં ૧૬૧૦.૮૦ સ્ઝ્રસ્ લાઇવ પાણીનો જથ્થો હાજર છે.
ડેમમાં પાણીની આવક વધવાની સાથે ઉર્જા ઉત્પન્ન કરતાં ઝ્રૐઁૐ પાવર હાઉસનું જે એક યુનિટ છેલ્લા કેટલાંય સમયથી ચાલુ હતું તેની જગ્યાએ હવે બે CHPH યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY