રાવજીબુંદા ગામે જમીન ખેડાણ મુદ્દે ખેડૂતો અને વનવિભાગ સામસામે

0
62

ઉચ્છલ:
ઉચ્છલ તાલુકાના રાવજીબુંદા ગામે રહેતા ઉકાઇ અસરગ્રસ્ત વિસ્થાપિતોને ફાળવેલી જમીન પર વધારે દબાણ કર્યાની વનવિભાગે નોટીસ આપી હતી. જે અંગે વિસ્થાપિત ખેડૂતોએ કલેકટરને રજૂઆત કર્યાના બીજા જ દિને વનવિભાગે ગામમાં આવી સાગની નર્સરી માટે જમીન ખેડાણ કરતા મામલો ગરમાયો હતો. અને બીટગાર્ડ સાથે સામસામી બોલાચાલી થઇ હતી. ઉચ્છલ તાલુકાના રાવજીબુંદા ગામે રહેતા ઉકાઇ અસરગ્રસ્ત વિસ્થાપિતોને જીવન નિર્વાહ માટે વનવિભાગે બાબરઘાટ રાઉન્ડના કમ્પાર્ટમેન્ટ નં. ૨૦૭માં માપણી કરી જમીન આપી હતી. હવે આ વિસ્તારમાં વનવિભાગ સાગની નર્સરી બનાવવા માંગે છે. જેથી ૪૬ વિસ્થાપિત ખેડૂતોએ બિનઅધિકૃત કરેલું દબાણ દૂર કરવા બાબરઘાટ રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા નોટીસ આપવામાં આવી હતી. જે અંગે ગ્રામજનોએ ગતરોજ વ્યારા ખાતે કલેકટરને આવેદન આપી ઘટતું કરવાની માંગ કરી હતી. જે અંગે કોઇ કાર્યવાહી થાય તે પૂર્વે જ આજે સવારે બાબરઘાટ રાઉન્ડ ફોરેસ્ટના બીટગાર્ડ યોગેશ જાધવ મજૂરો લઇ રાવજીબુંદા ગામે નિશાળ ફળિયામાં સુકમાબેન પ્રતાપભાઇ ગામીતને ફાળવેલી જમીન પર ખેડાણ શરૃ કર્યું હતું. જેથી ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. બીટગાર્ડે મોબાઇલ કાઢી ફોટા લેવાનો પ્રયાસ કરતા સામસામે બોલાચાલી થઇ હતી અને માહોલ ગરમાયો હતો. જેથી ગ્રામજનોએ કામગીરી બંધ રાખવા વનવિભાગના ઉપરી અધિકારીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે પણ કોઇ દાદ આપી નહોતી. અને વનવિભાગની કેડવાની કામગીરી શરૃ રહેતા ગ્રામજનો ફરિવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. જમીન તપાસ અંગે RTI થશે ઉચ્ચલના રાવજીબુંદા ગામે વનવિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્થાપિતોને અપાયેલી જમીન અંગે ગામના મહિલા આગેવાન સવિતાબેન ગામીતે જણાવ્યું કે, અમારી જમીન જળાશય યોજનામાં ગઇ હતી. જ્યાં જમીન અપાય એ ડુંગર વિસ્તાર પથરાળ છે. ખેતી થઇ શકે તેમ નથી. વનવિભાગે માપણી કરીને જમીન આપી છે પરંતુ કેટલાકને જમીન અપાઇ જ નથી. કેટલાકને માપ કરતા ઓછી જમીન મળી છે. જેથી સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલી જમીન ફાળવવામાં આવે છે તે અંગે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ અરજી કરી માહિતી માંગવામાં આવશે. આદેશ પ્રમાણે કામ કરવું પડે : બીટગાર્ડ બાબરઘાટ રેંજ ફોરેસ્ટના બીટગાર્ડ યોગેશ જાધવે જણાવ્યું કે, વનવિભાગ દ્વારા રાવજીબુંદામાં સાગની નર્સરી બનાવાઇ રહી છે. ઉપર લેવલથી કામગીરી સોંપાઇ હોવાથી અમારે કામગીરી કરવી પડે. ગ્રામજનો કામગીરી સ્થળે આવ્યા હતા પરંતુ તેમની પાસે જમીન માલિકી અંગેના કોઇ પુરાવા નથી. જેથી જંગલ જમીન ખેડવા અંગેના પુરાવા નથી. જેથી જંગલ જમીન ખેડવા અંગેના પુરાવા લઇ ઉપલા અધિકારીને મળવા જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY