કર્ણાટક : કોંગ્રેસના ધારાસભ્ય સિદ્દુ નયમ ગૌડાનું માર્ગ-અકસ્માતમાં મોત

0
12

સિદ્ધૂ ગોવાથી કર્ણાટક તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા
બેંગ્લુરુ,તા.૨૮
કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય સિદ્દૂ નયમ ગૌડાનું આજે એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. સિદ્ધૂ ગોવાથી કર્ણાટક તરફ જઈ રહ્યાં હતાં તે દરમિયાન તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો. ૬૯ વર્ષિય સિદ્ધૂ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાનાં એક હતાં.
તેઓ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જારમંડી બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યાં હતાં.
સિદ્ધૂ પોતાની કાર મારફતે બાગલકોટ (કર્ણાટક) સ્થિત પોતાના ઘરેથી નિકળ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં તેમની કારને કોઈ ટ્રકે તુલસીગિરી નજીક ટક્કર મારી દીધી હતી. તાજેતરમાં જ થયેલી ચૂંટણીમાં તે ભાજપના ઉમેદવાર શ્રીકાંત્ત સુબ્બારાવ કુલકર્ણીને ૨,૫૦૦ મતોથી પરાજીત કરી ફરી એકવાર ધારાસભ્ય બન્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂના મોત બાદ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૭૭ થઈ જવા પામી છે. ૨૨૪ બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં ૨૨૨ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બે બેઠકો પર ચૂંટણી યોજાવવાની બાકી છે, જ્યારે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના રાજીનામાં બાદ અને હવે સિદ્ધૂના આકસ્મિક નિધન બાદ કર્ણાટકમાં કુલ ચાર બેઠકો ખાલી પડી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY