ન્યુ દિલ્હી,તા.૭
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કરજમાંથી અને અન્ય પ્રોત્સાહનોની જે જાહેરાતો કરવામાં આવી છે તેનાથી કેન્દ્રની તિજારી પર રૂ.૨.૭૫ લાખ કરોડનો બોજા પડવાનો છે અને કેન્દ્ર સરકાર ભયંકર નાણાકીય ખેંચ અનુભવશે તેવો રિપોર્ટ જાહેર થયો છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ગામડાં અને ખેડૂતોને આકર્ષવા માટે સરકારે અનેક પગલાં લીધા છે જેમાં ખેડૂતોની કરજમાંથી મુખ્ય છે. જેનાથી સરકારો પર ૪૦ અબજ ડોલર એટલે કે ૨.૭૫ લાખ કરોડ પિયાથી વધુનો બોજા પડવાનું અનુમાન છે જે જીડીપીના ૧.૫ ટકાની બરાબર હશે.
બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચએ આ સંદર્ભમાં એક રિપોર્ટ જારી કરી છે અને તેમાં આ ધડાકો કરવામાં આવ્યો છે. હજુ એક દિવસ પહેલાં જ કણર્ટિકમાં રાજ્ય સરકારે ખેડૂતોના કરજ માફ કરવાની જાહેરાત કરી છે જેમાં રાજ્ય સરકાર પર પાંચ અબજ ડોલરનો બોજા પડી ગયો છે.
કેન્દ્ર સરકારે બુધવારે ખરીફ પાકના ટેકાના ભાવમાં સૌથી મોટો વધારો જાહેર કર્યો છે અને તેનાથી કેન્દ્ર સરકારની તિજારી પર ભયંકર બોજા પડી ગયો છે. ચૂંટણી માટે ખેડૂતોને આકર્ષવાના પ્રયાસમાં કેન્દ્ર સરકારની તિજારી પર આ અસહ્ય બોજા પડી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં સરકાર નાણાકીય સંકટનો સામનો કરે તેવી પણ સંભાવના છે. લગભગ બધા રાજ્યોમાં ખેડૂતોને લાભ આપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે અને હજુ આ બોજા વધવાનો છે અને આ બોજા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર ટેકસ કે સેસમાં વધારા કરે તેવી પણ સંભાવના નકારી શકાય એમ નથી. કારણ કે સરકારની તિજારી તો લોકોના પૈસાથી જ ભરાય છે અને લોકો પાસેથી જ આ વસુલાત કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



