રથયાત્રા :ફીટનેસ થીમ પર અખાડિયનો કરતબ બતાવશે

0
109

અમદાવાદ, તા.૭
અમદાવાદ શહેરમાં તા.૧૪મી જૂલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે ત્યારે રથયાત્રામાં અખાડાઓના આકર્ષણનું પણ બહુ મોટુ મહત્વ અને ઇતિહાસ છે. રથયાત્રામાં ૩૦થી વધુ અખાડાઓ જાડાશે અને અંગ કસરતના તેમ જ કલા-કૌશલ્યના અનોખા કરતબો શ્રધ્ધાળુઓ નાગરિકોને બતાવી ગજબનું આકર્ષણ જમાવશે. જા કે, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ફીટનેસ ચેલેન્જનો જે સંદેશો વહેતો કર્યો છે તેને લઇ આ વર્ષની રથયાત્રામાં અખાડિયાને ફીટનેસની થીમ પર ખાસ કરતબો દર્શાવી રંગ જમાવશે. અખાડિયાનો દ્વારા હમ ફીટ તો, ઇÂન્ડયા ફીટની થીમ પર માર્શલ આટ્‌ર્સ, કરાટે, બેલેન્સીંગ, કુશ્તી સહિતના અવનવા કરતબો કરી જાહેરજનતાને ફીટનેસનો અનોખો સંદેશો પણ આપશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવિધ અખાડાઓમાં વર્ષોથી અખાડિયનો તરીકે યુવાનો અને પુરૂષો જ કરતબો કરતા જાવા મળતા હતા પરંતુ હવે છેલ્લા બે વર્ષથી યુવતીઓ પણ અખાડાઓમાં કલા-કૌશલ્ય દર્શાવવા અખાડાઓમાં જાડાઇ રહી છે. આ વર્ષે પણ આઠથી દસ યુવતીઓ અનોખી કલા-કૌશલ્યનું પ્રદર્શન કરશે. રથયાત્રાના મહિનાઓ પહેલેથી અખાડિયનો અને કુસ્તીબાજા સવારે અને રાત્રે પોતાના કરતબો અને અંગ કસરતના દાવોની સખત અને સતત પ્રેકટીસ કરતા હોય છે, ત્યારે તેઓ તેમાં નિપુણતા હાંસલ કરી શકે છે. છેલ્લા ૫૦ વર્ષો ઉપરાંતથી રથયાત્રામાં જાડાતા રથયાત્રા અખાડા એસોસીએશનના પ્રમુખ જણાવ્યું હતું કે, પહેલા ત્રણ-ચાર મહિના અગાઉ રથયાત્રાને લઇ અખાડાઓની તૈયારીઓ થતી હતી પરંતુ હવે યુવાનો નોકરી કરતા થયા હોઇ તેઓ રાત્રિના સમયે પણ કરતબોની પ્રેકટીસ કરે છે. આ વખતની રથયાત્રામાં અંગ કસરતના દાવ અને અવનવા કરતબો સાથે ૩૦થી વધુ અખાડાઓ જાડાશે. જેમાં ત્રણથી ચાર હજાર જેટલા અખાડિયનો, ભજનમંડળીઓ અને બેન્ડવાજા પણ સામેલ હશે. જેઓ સમગ્ર રથયાત્રા દરમ્યાન જારદાર આકર્ષણ જમાવશે અને લોકોનો ઉત્સાહ અને ઉલ્લાસ વધારશે. રથયાત્રા દરમ્યાન સૌથી મહત્વના આકર્ષણો પોષણથી સોંયને ઉચકવી, છાતીથી સળિયાને વાળવા, ચક્રદાવ, બાણશૈય્યા, લાઠીદાવ, છાતી પર ૭૦થી ૧૦૦ કિલોના પથ્થર રાખી હથોડાથી તોડવા, શરીર પર પાટિયું રાખી મોટરસાયકલ ચલાવવી સહિતના જાખમી અને હૃદયના ધબકારા વધારી તેવા કરતબો જાવા મળશે. રથયાત્રાની સાથે સાથે આજે પણ અખાડાઓ, તેના અખાડિયનો અને તેમના અંગ કસરતના દાવો તેમ જ કરતબોનું એટલું જ આકર્ષણ યથાવત્‌ રહ્યું છે. રથાયાત્રાને લઈને ભારે ઉત્સુકતા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY