નાંદોદ તાલુકાના વાવડી પાસે માર્ગનું કામ કરતી ગર્ભવતી મહિલા ને દુખાવો ઉપડતા
108 ની ટીમે એક નજીકના ખેતર માં ઝાડ નીચે સફળ સુવાવડ કરી માં બેટી ના જીવ બચાવ્યા
રાજપીપળા : નર્મદા જિલ્લા માં ચાલી રહેલા માર્ગો ના કામમાં મજૂરી કરતી દાહોદ જિલ્લા ની એક ગર્ભવતી મહિલા અમિતાબેન હાલ માં કામ બંધ થતા પોતાના વતન પતિ સાથે બાઈક ઉપર જતી હતી પરંતુ રાજપીપળા નજીક આવેલા વાવડી પાસે આવેલી આર ટી ઓ કચેરી નજીક પાસવોટર માટે ઉભેલી મહિલા ને અચાનક દુખાવો ઉપાડતા તાત્કાલિક ખેતર માં આળોટવા લાગી જેથી રાહદારીઓ એ આ દ્રશ્ય જોતા 108 ને જાણ કરી ત્યારે જેશલપુર 108 ના ઈ એમ ટી હેતલબેન તડવી અને પાયલોટ કિશોરભાઈ વસાવા તાત્કાલિક ત્યાં દોડી આવી ઈ એમ ટી એ જોયું તો મહીકા દર્દ થી કણસતી હોય દવાખાને લઈ જવાય એટલો સમય ન હોય ત્યાં આવેલા ખેતર માં એક ઝાડ નીચેજ મહિલા ને સારવાર કરતા થોડીજ ક્ષણો માં મહિલા એ એક સ્વસ્થ બાળકી ને જન્મ આપ્યો ત્યારબાદ 108 ની ટિમ માતા પુત્રી બંને ને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ માં દાખલ કર્યા હતા આમ 108 ની ટીમેં માતા અને બાળક ના જીવ ને પ્રાથમિકતા આપી ઝાડ નીચે સફળ સુવાવડ કરાવી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




