દિલ્હીમાં વિમાનના ભાડામાં અધધધ…૮૬ ટકા સુધીનો વધારો..!!

0
5

ન્યુ દિલ્હી,તા.૧૭
દિલ્હીથી ઉડાન ભરવા અને અહીં આવનારા પેસેન્જરને પોતાનું ખિસ્સું થોડુંક વધું હળવું કરવું પડશે. એક ઇ-કામર્સ ટ્રાવેલ વેબસાઇટે દાવો કર્યો છે કે દિલ્હી એરપોર્ટ પર ત્રણમાંથી એક એરપોર્ટનું રિનોવેશન ચાલી રહ્યું છે આથી વીકેન્ડમાં વિમાનના ભાડામાં ૮૬ ટકા સુધીનો વધારો થયો. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)એ આની પહેલાં આ મહિને જાહેરાત કરી હતી કે ત્રણમાંથી એક રનવેના મરામત કામ માટે ૧૫ નવેમ્બરથી ૧૩ દિવસ માટે બંધ રખાશે.
એરલાઇન કંપનીઓને કહ્યું હતું કે તેઓ તેની અનુરૂપ પોતાની ફલાઇટના ટાઇમટેબલમાં પણ ફેરફાર કરે. શુક્રવાર સાંજે કેટલાંય યાત્રા પોર્ટલ તત્કાલ ખરીદાતી ટિકિટોના ભાવમાં મોટો વધારો કરતો દેખાઇ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી બેંગલુરૂની ટિકિટ સામાન્ય દિવસોમાં ૧૧૦૪૪ રૂપિયાની છે. જે શનિવારના રોજ સરેરાશ ૧૩૦૭૨ રૂપિયા થઇ ગઇ છે.
આજ રીતે મુંબઇ થી દિલ્હી આવનાર પેસેન્જરને શનિવારના રોજ ૧૧૦૬૦ રૂપિયા ખર્ચ કરવો પડશે. સામાન્ય દિવસોમાં આ માર્ગનું ભાડું ૯૨૨૮ રૂપિયા છે. આ અંગે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે રન વે ૦૯-૨૭ બંધ થવાના લીધા આવતા એક સપ્તાહ માટે ભાડામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે આગામી વીકેન્ડ યાત્રા માટે ઊંચી માંગના લીધે ભાવમાં વધારો થયો છે. દિલ્હીથી મુંબઇ, બેંગલુરૂ, હૈદ્રાબાદ, કોલકત્તા, ચેન્નાઇ, અને અન્ય ગંતવ્યોનું ભાડું વધાર્યું છે.
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે ૨૭-૦૯ને ૧૩ દિવસ માટે બંધ કરાય છે. તેનું પરિચાલન ડાયલ કરે છે. ઇન્દિરા ગાંધી એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. અહીં ત્રણ એરપોર્ટ છે. એક એરપોર્ટના બંધ થવાથી એરપોર્ટ પર દરરોજ ૫૦ ઉડાનોનું પ્રસ્થાન અને એટલાનું જ આગમન ઘટી જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY