ચોમાસમાં પરિસ્થિતિ વિકટ બનવાના વર્તાતા એંઘાણ
કીમ, તા. ૧૨
કીમ રેલવે ફાટક ૧૫૮ બી પાસે અંદાજીત ૫૪ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ ચાલતી ધીમી કાગીરીને લઈ તેમજ ચોમાસામાં પરિસ્થિત વિકટ બનવાના એંઘાણ વ્યકત કરી ઓવરબ્રિજના કામમાં ગતિ લાવી ઝડપભેર કામ કરવા માટે માર્ગ મકાન વિભાગના ચીફ ઓફિસર સમક્ષ લોક માગ ઉઠવા પામી છે. નજીકના દિવસોમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે એવુ઼ ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે.
કીમ રેલવે ઓવરબ્રિજ એલ.સી. નંબર ૧૫૮બી પર અંદાજી ૫૪ કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા મહેસાણા સ્થિત રચના કન્સ્ટ્રકશન નામની એજન્સીને માર્ગમકાન વિભાગ દારા તા. ૧૪/૦૮/૨૦૧૭ના દિને વર્કઓર્ડર પાઠવી દીધા બાદ કીમ ઓવરબ્રિજની કમગીરી શરૂ થઈહતી. વર્ક ઓર્ડરમાં કામની મુદ્દત ૧૮ માસ સુધીની હોવા છતાં ઓવરબ્રિજની કામગીરીને બે વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં બે વર્ષે પણ રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણન થતા સરકારી તંત્ર અને એજન્સી સામે લોકોમાં રોષ જાવા મળ્યો છે. વર્ષોથી કીમ ફાટક પર સર્જાતી ભયંકર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાંલઇ ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી સરકાર દ્વાર આપવામાં આવી હતી. કીમ (પૂર્વ) અને પિમને જાડતા રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માર્ગ મકાન વિભાગ સુરતની દરેખરે હેઠળ શરૂ થઈ હતી. પરંતુ રચના કન્સ્ટ્રકશન નામની એજન્સી દ્વારા શરૂ થયેલ બ્રિજની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ખૂબ જ ધીમી ગતિએ થતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. કીમ (પૂર્વ)માં સર્વિસ રોડનો અભાવ તેમજ કીમ ફાટક પર રોજે રોજે સર્જાતી. ટ્રાફિક સમસ્યાને કારણે લોકોની પડતી હેરાનગતિ વધી જવા પામી છે.
આગામી ચોમાસામાં મંથરગતિએ ચાલતા ઓવરબ્રિજના કામને કારણે ખાસ કરીને કીમ (પૂર્વ)માં પરિસ્થિત વિકટ થવાની સંભાવના છે. તંત્ર ઈજારદ કંપની સાથે સંકલનમાં રહીને સારી રીતે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરે એવી લોકïમાગ ઉઠવા પામી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




