જોન ડિયર ભારતીય કૃષિને શક્તિ અને ટેકનોલોજીથી મજબૂત બનાવે છે

0
28

વિવિધ કૃષિ હવામાન ક્ષેત્રોને પહોંચી વળવા માટે ટ્રેક્ટર અને હાર્વેસ્ટરના ૭ નવા મોડેલ લોન્ચ કરાયા
સુરત, તા. ૧૨

ભારત ,૦૩ જૂન, ૨૦૧૯- કૃષિ ઉપકરણ ઉત્પાદનમાં આગેવાન જોન ડિયર ટ્રેક્ટર અને ખેતી ઉપકરણોમાં નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને નવી ટેકનોલોજીઓ લાવવામાં આગેવાન રહી છે. નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને સેવાઓ માટે જાણીતા ખેતી ઉપકરણ ક્ષેત્રમાં આગેવાન જોન ડિયરે ટેકનોલોજી અને પાવર- પ્રેરિત ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને ઈમ્પ્લીમેન્ટ્‌સની નવી શ્રેણી રજૂ કરી છે. ઉત્કૃષ્ટ ટેકનોલોજી સાથે આ નવાં ટ્રેક્ટર અને હાર્વેસ્ટરનાં મોડેલો ખેતીની કાર્યક્ષમતા વધુ સુધારશે, વિવિધ કૃષિ હવામાનની સ્થિતિઓ, પાકના પ્રકારને પહોંચી વળશે અને હેવી- ડ્‌યુટી પ્રીસીશન ઈમ્પ્લીમેન્ટ્‌સ માટે પૂરક બની રહેશે.
આજે રજૂ કરવામાં આવેલાં ટ્રેક્ટર અને હાર્વેસ્ટરનાં ૭ નવા મોડેલોમાં ૫૪૦૫ ગિયર Pro 63HP ટ્રેક્ટર પરિવર્તનકારી છે અને કૃષિ કામગીરીને નવી ઊંચાઈ પર લઈ જશે. તે વધતી ખેડૂતોની જરૂરતોની વિવિધ આવશ્યકતાઓને પહોંચી વળે તે રીતે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. ફીચર્સમાં ટિલ્ટ સ્ટીયરિંગ, 12X4 TSS  ટ્રાન્સમિશન એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીને અભિમુખ બનાવે છે, જેમાં એગ્રિકલ્ચર, લોડર અને ડોઝર અને હોલેજનો સમાવેશ થાય છે. એડ ઓન તરીકે JD લિંક (ટેલિમેટિક્સ) સાથે તે ભારતીય ખેડૂતો માટે અવ્વલ ઓફર બનાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY