એસઓજી પોલીસે ૬ લાખનાં ચરસનો જથ્થો ઝડપ્યો, એકની ધરપકડ

0
17

રાજકોટ,તા.૬
રાજકોટ એસઓજી પોલીસે જેતપુરના નવાગઢના અકાળાધાર વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં તેને ૬ લાખની કિંમતનો ૬૨૫ ગ્રામ ચરસનો જથ્થા સહિત ૪૦ હજાર જેવી રોકડ પણ મળી આવી હતી, પોલીસે હાલ સલીમ સીદીક સમા નામના આરોપીની ધરપકડ પણ કરી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસઓજી પોલીસે જેતપુરના નવાગઢમાં રેડ કરી હતી. જેમાં તેને ચરસનો જથ્થો સહિત એક વ્યકિત હાથ લાગ્યો હતો. પોલીસે ૬૨૫ ગ્રામ ચરસ સહિત ૬,૪૦,૭૨૧ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ જથ્થો આરોપી સલીમ કોની પાસેથી લેતો હતો, અન્ય કિયા શહેરોમાં કોને આપતો હતો તે સહિતની વિગતો મેળવાઇ રહી છે. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને રિમાન્ડની તજવીજ બાદ તેની આકરી પૂછપરછમાં વધુ વિગતો જાણવા મળશે.
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં તાજેતરમા ગાંજાનો જંગી જથ્થો ઝડપાયો અને ચરસ પણ મળી આવ્યાના બનાવોમાં વધારો થતો જાય છે. યુવાધન ચરસ-ગાંજાના રવાડે ચડી ગયું હોવાનું પોલીસે પણ કબૂલાત આપી હતી. ફરી વખત જેતપુર જેવા ગામમાંથી ચરસ પકડાયું છે. આ કાળો કારોબારના મુખ્ય સૂત્રોધારો સુધી પહોંચવા પોલીસ કમ્મર કસી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY