બાળક ભણશે તો દેશની આવતીકાલ ઉજ્જવળ અને ભાવિ પેઢીનું નૂતન નિર્માણ કરનારી બની રહેશે. જે માતા-પિતા પોતાના સંતાનને શાળામાંથી પુરો અભ્યાસ કરાવ્યા સિવાય અધૂરૂં શિક્ષણ મેળવી ઉઠાડી મૂકે છે તેવા વાલીઓ સામાજીક અપરાધ કરી રહયા છે. આવું પાપ કોઇ વાલીઓ ન કરે તેમ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવી ગરીબી દુર કરવાનું સાઘન-ઉપાય હોય તો તે શિક્ષણ છે તેમ કહયું હતું.
આજે બીજા તબક્કાના શહેરી વિસ્તારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહાઅભિયાનના પ્રથમ દિવસે નડિયાદની બાસુદીવાલા હાઇસ્કુલ અને સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે આંગણવાડીના ૪૪, ઘો-૧ના ૧૮૫ અને ઘો-૯ના ૩૫૩ કુમાર-કન્યાઓને પ્રજ્ઞાકીટ અને પાઠ્યપુસ્તકો આપી નામાંકન કરી શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
શ્રી ચુડાસમાએ બાળકોમાં સુસંસ્કારોના સિંચન સાથે ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે ત્યારે શિક્ષકોને પોતાની આ સામાજિક અને પવિત્ર ફરજ અદા કરવા અનુરોધ સહ અપીલ કરી હતી.
તેમણે રાજયમાં સાક્ષરતા દર વધે, કોઇ નિરક્ષર ન રહે તે સમાજ-વાલી-શિક્ષક સૌએ સાથે મળીને તકેદારી રાખવી પડશે તેમ જણાવી શિક્ષકો અને સમાજના આગેવાનોએ સમાજમાં વિકૃતિઓ પેદા ન થાય તે માટે જનજનમાં જાગૃતિ પેદા કરવા આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ ઘો-૧માં પ્રવેશ પામેલ બાળક ઓછામાં ઓછું ઘો-૧૨ પાસ કરે તે જોવાની સાથે જો કોઇ બાળક અધવચ્ચેથી શાળા છોડી જતો રહે તો તેને સહજમાં ન લેતા શાળા છોડી જનાર બાળકના વાલી સાથે જીવંત સંપર્ક કરી તેની મુશ્કેલીનું નિવારણ કરી બાળક સંપૂર્ણ અભ્યાસ કરે તેવી જવાબદારીઓ નિભાવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
શ્રી ચુડાસમાએ બાળકોને મા સરસ્વતીની સાઘના-અર્ચના-ઉપાસના-આરાધના કરવાની શીખ આપતા કહયું હતું કે,જો આપણે આ કરીશું તો ચોક્કસ આપણે જીવનમાં ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરી આપણે આપણા જીવનને નવી ઉંચાઇએ લઇ જઇશું.
તેમણે રાજય સરકારે શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, શાળાના ઓરડા, શિક્ષકો, કોમ્પ્યુટર, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, સ્માર્ટ ક્લાસ જેવી આધુનિક ટેક્નોલોજી સહિતની માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં ગુજરાત અગ્રેસર છે ત્યારે આ સુવિધાઓનો બાળકો મહત્તમ લાભ લઇ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા અભિનંદન પાઠવી શુભાશિષ પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ જળ સંચય, બેટી બચાવો – બેટી પઢાવો, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પર્યાવરણ, વૃક્ષારોપણ જેવી સામાજીક સમસ્યાઓનો ઉલ્લેખ કરી આ સમસ્યાઓનો આપણે ઉકેલ કરતાં નથી તે પ્રતિ નૂકચેતની કરી હવે તેમાં બદલાવ લાવી સમાજ આ પોતાની સમસ્યા છે તેમ સમજીને આ પ્રતિ વધુ જવાબદાર બની આ ક્ષેત્રે પોતાની જવાબદારીઓનું વહન કરી એક નૂતન સ્વચ્છ–સ્વસ્થ અને સમૃધ્ધ ગુજરાતના નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરે તેવું સૂચન કર્યું હતું.
તેમણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી સો ટકા નામાંકન અને ડ્રોપ આઉટ રેશિયો નીચો આવવાથી સામાજમાં એક સમાજિક પરિવર્તન આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે શાળાના વિધાર્થીઓએ યોગ નિદર્શન અને બેટી બચાવો – બેટી પઢાવો વિષય ઉપર રંગલા-રંગલીના પાત્રમાં તેમજ સ્વચ્છતા અભિયાન પર નાટક રજુ કરી મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઘો-૩ થી ઘો-૮ માં પ્રથમ આવનાર વિધાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ઘો-૯માં પ્રવેશ મેળવનાર બાળાઓને શાળામાં આવવા-જવામાં સરળતા રહે તે માટે સાયકલો પણ અર્પણ કરવામાં આવી હતી.
અમૃત વચન અંતર્ગત શાળાની બાળાઓએ બેટી બચાવો – બેટી પઢાવો, પાણી બચાવો અને સ્વચ્છતા વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. જેને મંત્રીશ્રીએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું જયારે સેંટ મેરી હાઇસ્કુલ ખાતે શાળાના આચાર્યશ્રી ફાધર રોકી પિન્ટોએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી લલિત પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.જી.મલેક, ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ, વાલીઓ, શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ, શિક્ષકગણ, બાળકો હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



