કિવસલેન્ડ,તા.૨
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત કોલસાની ખાણના પ્રોજેકટનો વિરોધ શાંત થઈ રહ્યો નથી. બુધવારે આ પ્રોજેક્ટની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેખાવકારોનું કહેવું છે કે તેનાથી ગ્લોબલ વો‹મગનો ખતરો વધશે અને ગ્રેટ બેરિયર રીફને નુકસાન પહોંચશે.
ઓસ્ટ્રેલિયામાં આ મહિને થનાર ફેડરલ ચૂંટણીમાં ઉતરેલા ૭ અપક્ષ ઉમેદવારો પણ આ વિરોધમાં જોડાયા છે. આ ઉમેદવારોનું કહેવું છે કે જો તે ચૂંટાઈને આવ્યા તો અદાણીના કોલસાની ખાણના પ્રોજેક્ટને રોકવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે.
અદાણી ગ્રુપે ૨૦૧૦માં સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં કોલસાની ખાણ ખરીદી હતી. ઓસ્ટ્રેલિયામાં આ પોજેક્ટના સમર્થકો પણ મોટી સંખ્યામાં છે. તેમનું કહેવું છે કે તેનાથી લોકોને નોકરીઓ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



