મહુવાના વહેવલ ગામે ખેતરમાં મૂકાયેલા ટાવરને સળગાવી દેવાયા

0
11

બે મોબાઈલ ટાવર સળગાવી દેવાતા રૂ. બે લાખનું નુકસાન
સુરત, તા. ૨૮
મહુવા તાલુકાના વહેવલ ગામ ખાતે આપેલા એક ખુલ્લા ખેતરમાં મોબાઈલ ફોન કંપનીના બે ટાવર સળગાવી દઈ રૂ. ૨ લાખનું નુકસાન કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળનવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વિજલપુર નગર પાલિકાની પાછળ જાની ડેવીડ ડીસોઝા રહે છે. તેમણે મહુવા પોલીસ મથકમાં નોંધાયેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, વહેવલ ગામના આશ્રમ ફળિયા પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં વોડાફોન તથા આઈડીયા કંપનીના મોબાઈલ ટાવર આવેલા છે કોઈ અજાણ્યા ઈસમોએ ગતરોજ રાત્રિના સુમારે ટાવરો સળગાવી દઈ ટાવરના સેલ્ટર રૂમ તથા કેબલોને રૂ. ૨ લાખનું નુકસાન કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY