મને લગ્ન કરવાની તક મળે તો કરીના કપૂર ખાન સાથે કરીશ : કરણ જોહર

0
42


મુંબઈ,તા.૩૧
કરણ જોહર આજકાલ મુશ્કેલ સવાલોનો સામનો કરી રહ્યા છે. તેણે હાલમાં જ અનેક રસપ્રદ સવાલનો જવાબો ખુલીને આપ્યા. કરણ પોતાની આત્મકથા ‘એન અનસૂટેબલ બોય’માં પોતાના સેક્સુઅલ ઓરિએન્ટેસન વિશે પણ ખુલાસો કર્યો છે.
હાલમાં જ કરણ જોહરે અનૈતા શ્રોફ અદજાનિયાના ચેટ શો ‘ફીટ અપ વિથ ધ સ્ટાર્સ’માં હાજરી આપી હતી. આ દમરિયાન કરણે કહ્યું કે, તે અંડરસેક્સ્ડ અને અંડરપેડ છે. એક અન્ય સવાલ તેને પૂછવામાં આવ્યો કે જો તેને કોઈ બોલિવૂડ એક્ટ્રેસ સાથે લગ્ન કરવાની તક મળે તો તે કોણ હશે? કરણે જવાબ આપ્યો ‘કરીના કપૂર ખાન’. જણાવીએ કે, કરીના અને કરણ ખુબજ સારા ફ્રેન્ડ છે. વચ્ચે તેમના સંબંધમાં ખટાસ પણ આવી હતી પરંતુ હવે બધુ બરાબર છે.
કરણે પોતાની આત્મકથામાં કરીના સાથે ખરાબ થયેલ સંબંધ વિશે વિસ્તારથી ઉલ્લેખ કર્યો હતો. કરણે પુસ્તકમાં લખ્યું હતું, ‘મેં કરીનાને ‘કલ હો ના હો‘ ઓફર કરી હતી. પરંતુ તેણે ફિલ્મ માટે શાહરૂખ ખાન જેટલી ફી માગી. કૃણાલ કોહલીની મુઝસે દોસ્તી કરોગી તે સમયે રિલીઝ થઈ હતી. ફિલ્મ ફ્લોપ થઈ હતી. કરીનાએ કહ્યું કે આદિત્ય ચોપરાના અસિસ્ટન્ટની ફિલ્મ ફ્લોપ થઈ છે માટે કરણ જોહરના આસિસ્ટન્ટ નિખિલ અડવાણી પર પણ ભરોરો કરી શકાય નહીં. મેં આ વાત પિતાને કરી તો તેમણે કહ્યું કે, આગળ વાત ન કરો. મેં કરીને ફોન પણ કર્યો પરંતુ તેણે મારો ફોન ઉઠાવ્યો નહીં. તેનાથી મને ખૂબ જ દુઃખ થયું.
કરણ આગળ લખે છે, અમે પાર્ટિઓમાં પણ મળતા હતા પરંતુ એક બીજા સાથે વાત કરતા ન હતા. જ્યારે મારા પિતાની સારવાર ન્યૂયોર્કમાં ચાલી રહી હતી ત્યારે કરીનાએ મને ફોન કર્યો અને કહ્યું કે, મેં યશ અંકલ વિશે સાંભળ્યું. તે ફોન પર ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું, આઈ લવ યુ. મને દુખ છે કે હું તારા સંપર્કમાં નથી. ચિંતા ન કરતા.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY