કોચ્ચી,તા.૧૫
દેશમાં ટૂંક સમયમાં તમે વોટર મેટ્રોની પણ સવારી કરી શકશો. ડિસેમ્બર ૨૦૧૯માં આ સેવા શરૂ થઈ શકે છે. કોચી મેટ્રો રેલવે લિમિટેડે પહેલા તેને એપ્રિલમાં શરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ ફરીથી તેને ઓક્ટોબર સુધી આગળ વધારવામાં આવી છે. આ પ્રોજેક્ટ જર્મનીની મદદથી તૈયાર થશે. KMRLના ડાયરેક્ટર એ.પી.એમ. મોહમ્મદ હેનિશે જણાવ્યું કે જાન્યુઆરી સુધીમાં મેટ્રોનું ટેન્ડર આપવામાં આવશે.
મેટ્રો એજન્સી એક ઇન્ડિગ્રેટેડ વોટર ટ્રાન્સપોર્ટે પ્રોજેક્ટ શરૂ કરી રહી છે જેની કિંમત ૮૧૯ કરોડ હશે. જર્મનીની કંપની KfWમાં ૫૮૨ કરોડ રૂપિયા લગાવી રહી છે. હેનિશે કહ્યું કે જર્મનીના એમ્બેસેડર પ્રોજેક્ટ્સની પ્રગતિથી અત્યંત ખુશ છે. તેમણે કહ્યું કે જમીન સંપાદનનું કામ ઝડપથી શરૂ થઇ ગયું છે.
તેમણે KMRL વોટર સ્ટેશન સુધી પહોંચવા માટે બનાવવામાં આવતા રસ્તાઓ પર અમારૂ ધ્યાન છે. પહેલા અમે આ રસ્તાઓને પહોળાં કરીશું. તેનાથી ટાપુઓ પર રહેતા લોકોના જીવન સ્તરમાં પણ સુધારો થશે. વોટર મેટ્રોથી ટાપુઓ પર રહેતા લગભગ ૧ લાખ લોકોને લાભ થશે.
વર્તમાનમાં યોજના મુજબ, આ પ્રોજેક્ટમાં બે પ્રકારની બોટ હશે. તેને ફાયબર રેનફોર્સ્ડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવશે. આ બોટ ઇકો-ફ્રેંડલી હશે અને બેટરીથી ચાલશે. KMRLએ ચાર કંપનીઓને બોટ બનાવવાનો ઠેકો આપ્યો છે. આ બોટ એક ટાપુથી બીજા ટાપુ સુધી ચાલશે. ૭૬ કિલોમીટરના અંતરમાં ૧૫ રુટ પર બોટ ચલાવવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




